અંબાણી પરિવારના ખાસ અને સ્ટાર કિડ્સમાં ફેમસ, આખરે ઓરહાન અવત્રામાણી કોણ છે?

[ad_1]

બી-ટાઉનમાં હાલ એક નામ ખુબ જ ચર્ચામાં છે, જે છે ઓરી અવત્રામાણી. જે સારા અલી ખાન, જ્હાન્વી કપૂર અને તમામ સ્ટાર કિડ્સની ફેવરિટ જ નથી પરંતુ એવું લાગે છે કે તેમની સાથે ધરાવે છે ખાસ સંબંધ

ઓરહાન અવત્રામાણીનું અંબાણી પરિવાર સાથે પણ કનેક્શન

Updated: Nov 4th, 2023


Who is Orhan Awatramani: ઓરહાન અવત્રામાનીનું નામ આજકાલ બી-ટાઉનના સ્ટાર કિડ્સમાં એક નામ ઘણું સાંભળવા મળી રહ્યું છે. તેમજ આ નામ પેપરાઝીના મોઢેથી પણ ઘણી વાર સાંભળવામાં આવ્યું છે. આ ઉપરાંત અંબાણી પરિવારના સેલિબ્રેશનમાં સામેલ આ વ્યક્તિ ખરેખર એક મોટી ઓળખ ધરાવે છે. ઓરહાન અવત્રામાનીને લોકો પ્રેમથી ઓરી પણ કહે છે. સોશિયલ મીડિયામાં પણ ઓરીની વાયરલ તસવીરોમાં કમેન્ટ્સમાં પૂછવામાં આવે છે કે આખરે આ ઓરી કોણ છે અને શું કામ કરે છે? ચાલો વિગતવાર જાણીએ.

કોલંબિયા યુનિવર્સિટીમાં કર્યો છે અભ્યાસ

મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઓરહાન અવત્રામાણી એટલે કે ઓરી એક સામાજિક કાર્યકર્તા છે જેનો ફિલ્મી દુનિયા સાથે કોઈ ખાસ સંબંધ નથી પરંતુ તે એનિમેશનમાં કરિયર બનાવવા માંગે છે. આ સિવાય ઓરીએ સારા અલી ખાન સાથે કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તેથી જ તે  સારાની વધુ નજીક છે. અહીંથી ધીમે-ધીમે તેનો પરિચય બી-ટાઉનના સ્ટાર કિડ્સ સાથે થયો અને આજે તે અંબાણી પરિવારનો પણ ફેવરિટ બની ગયો છે.

ઓરી પોતે છે એક ટ્રેઈન એનિમેટર 

24 વર્ષીય મુંબઈકર ઓરીએ ન્યૂયોર્કમાં અભ્યાસ કર્યો છે. તેમને ફાઈન આર્ટસ એન્ડ કોમ્યુનિકેશન ડીઝાઇનીંગમાં ડીગ્રી મેળવી છે. બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવતો ઓરી પિતા જ્યોર્જ અવત્રામાની, માતા શહનાઝ અને બે ભાઈઓ સાથે રહે છે. તેનો ભાઈ એક પબ્લિક રિલેશન કંપનીનું નેતૃત્વ કરે છે, જ્યારે ઓરી પોતે એક ટ્રેઈન એનિમેટર છે.

જાણો ઓરીનું અંબાણી સાથે કનેક્શન

ઓરી પોતાને સામાજિક કાર્યકર્તા માને છે. હાલમાં, તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) માં સ્પેશિયલ પ્રોડક્ટ મેનેજર તરીકે એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. રિલાયન્સ રિટેલ હેઠળ, ઓરી આંતરરાષ્ટ્રીય સહયોગ અને ભારતીય ફેશન ઉદ્યોગ (તાજેતરમાં શરૂ કરાયેલ મેગા શોપિંગ સેન્ટર ‘Jio પ્લાઝા’) ને આગળ વધારવાની યોજના પર કામ કરે છે. આવી સ્થિતિમાં ઈશા અંબાણી સાથે તેનું કનેક્શન હોવું સ્વાભાવિક છે. ઘણી વખત ઓરીને ઈશા અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે પણ સ્પોટ કરવામાં આવ્યો છે.

હોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે પણ કનેક્શન 

ઓરી, જ્હાન્વી કપૂરથી લઈને અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન સુધીની દરેક સાથે સારી મિત્રતા ધરાવે છે અને લાઇમલાઇટમાં રહે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે જો પેપરાઝીને ક્યાય ઓરી દેખાય જાય છે તો તેઓ અન્ય સેલેબ્સને બાજુ પર મૂકીને તેની ફોટોઝ લેવાનું શરૂ કરી દે છે. ઓરીનું માત્ર બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે જ નહીં પણ હોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે પણ સારું કનેક્શન છે. તે પ્રખ્યાત કાર્દાશિયન પરિવાર સાથે જોવા મળ્યો છે. તેણે કાઈલી જેનર અને તેના પતિ ટ્રેવિસ સ્કોટ સાથેના ફોટો પણ શેર કર્યા છે.

સેલિબ્રિટી સાથે સ્પોટ થવા પર ઓરી શું કહે છે?

પોતાના વિશે વાત કરતા ઓરીએ કહ્યું હતું કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને ઓળખતો નથી. તે જેની સાથે ફોટો શેર કરે છે તે લોકો વિશ્વ માટે સેલિબ્રિટી હોઈ શકે છે પરંતુ ઓરી માટે, તે તેના કોલેજ કે સ્કુલ ફ્રેન્ડ્સ છે. જેની સાથે તેને સમય વિતાવવો ગમે છે. પરંતુ મીડિયા તેના મિત્રોમાં માત્ર સ્ટાર કિડ્સને જ સ્પોટ કરે છે.

Leave a comment