અકાળ મૃત્યુ, હૃદય રોગ, સ્ટ્રોક જેવી ગંભીર પરિસ્થિતિ માટે એકલતા પણ જવાબદાર: રિપોર્ટ

[ad_1]

Updated: May 3rd, 2023

અમદાવાદ, તા. 03 મે 2023 બુધવાર

જો તમને એકલવાયુ જીવન પસંદ છે તો તમારે આ શોખને બદલી દેવો જોઈએ કેમ કે એકલતા તમારા સ્વાસ્થ્ય અને ઉંમર બંને માટે જોખમી સાબિત  થઈ શકે છે. આવો એક અભ્યાસમાં ખુલાસો થયો છે. એકલતા તમારા જીવનને એટલુ જ નુકસાન પહોંચાડે છે જેટલુ નુકસાન દારૂ અને સિગારેટ પીવાથી થાય છે.  એક નવી એડવાઈઝરી અનુસાર સંયુક્ત રાજ્ય અમેરિકામાં એકલતાની મહામારી છે. આ 1 દિવસમાં 15 સિગારેટ પીવા બરાબર છે એટલે કે સંપર્કના અભાવે અકાળે મૃત્યુનું જોખમ વધી શકે છે.

એકલતાના કારણે આ બીમારીઓનું જોખમ વધી શકે છે

ઘણી હદ સુધી એકલતા માટે કોરોના જવાબદાર છે પરંતુ તાજેતરમાં જ એક રિપોર્ટ જાહેર થયો છે જેમાં જાણવા મળ્યુ છે કે કોરોના મહામારી પહેલા પણ લગભગ અડધા અમેરિકી વયસ્કોએ એકલતાના સરેરાશ દરજ્જાના સ્તરનો અનુભવ કરવાની માહિતી આપી દીધી હતી. એકલતા ખૂબ જ જોખમી છે. એ ચેતવણી આપે છે કે ખરાબ સંપર્કના ફિઝિકલ કંસીક્વેંસેસ ખૂબ જ ખરાબ હોઈ શકે છે. જેમાં હૃદય રોગનું 29 ટકા વધેલુ જોખમ સામેલ છે. સ્ટ્રોકનું 32 ટકા જોખમ અને વૃદ્ધોમાં મનોભ્રમ વિકસિત થવાનું જોખમ 50 ટકા હોય છે. અમેરિકામાં વ્યાપક એકલતા દરરોજ ડઝન સિગારેટ પીવા જેટલુ ઘાતક સ્વાસ્થ્ય જોખમ પેદા કરી શકે છે. એકલતાથી અકાળે મોતનું જોખમ 30 ટકા વધી જાય છે. એકલતા વ્યક્તિની હતાશા, ચિંતા અને મનોભ્રંશમાં વધારો કરે છે.

અમેરિકન સર્જન ડોક્ટરે જણાવ્યુ કે તમારી આસપાસ ખૂબ વધારે લોકો છે તો પણ તમે એકલતા અનુભવો છો, કેમ કે એકલતા તમારા સંબંધોની ગુણવત્તા વિશે છે. અમુક યુવાનો હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઈન-પર્સન રિલેશનશિપના રિપ્લેસમેન્ટ તરીકે કરે છે અને આનો અર્થ ઘણીવખત નિમ્ન-ગુણવત્તા વાળા કનેક્શન હોય છે. તમામ ઉંમરના જૂથોમાં લોકો બે દાયકા પહેલાની તુલનામાં એકબીજા સાથે ઓછો સમય પસાર કરે છે. સલાહકારે જણાવ્યુ કે આ 15-24ની ઉંમર ધરાવતા યુવાનોમાં સૌથી વધુ સ્પષ્ટ છે, જેમનો પોતાના મિત્રો સાથે 70% ઓછો સામાજિક સંપર્ક છે. એકલતા કોઈ અનોખી અમેરિકી સમસ્યા નથી, પરંતુ સમગ્ર દુનિયામાં આધુનિક જીવનની એક વિશેષતા છે.

આ રીતે એકલતાને દૂર કરી શકો છો

એકલતા દૂર કરવા માટે પ્રિયજનો સાથે 15 મિનિટ પસાર કરો, લોકો સાથે વાત કરતી વખતે સાધનો પરથી ધ્યાન હટાવો અને એકબીજાની મદદ કરવાની રીતોની શોધ કરવી.

Leave a comment