[ad_1]
Updated: Oct 8th, 2023
– સંખ્યાબંધ હિટ ફિલ્મો બાદ ફરી બોલીવૂડમાં ઉદાસી
– પલોમા-રાજવીની ડેબ્યૂ ફિલ્મ દોનો પૂરા એક કરોડ પણ ન કમાઈ, ભૂમિની થેન્ક્યુ ફોર કમિંગ પણ નિષ્ફળ
મુંબઈ : બોલીવૂડમાં હમણા કેટલાક સમયથી ઉપરાછાપરી હિટ ફિલ્મોને કારણે સર્વત્ર ઉજાણીનો માહોલ હતો તેમાં અચાનક આ સપ્તાહે રીલીઝ થયેલી મોટા સ્ટાર્સ તથા મોટા પ્રોડક્શન હાઉસની ત્રણ ત્રણ ફિલ્મો પહેલા જ દિવસથી ફસડાઈ પડતાં ફરી ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.
અક્ષય કુમારની ‘મિશન રાણીગંજ’ પહેલા જ દિવસે પૂરા ત્રણ કરોડ પણ ન કમાઈ શકતાં બોલીવૂડમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે.
એવું મનાતું રહ્યું છે કે અક્ષય કુમારનો એક વફાદાર ચાહક વર્ગ છે જે તેની ગમે તેવી ફાલતુ ફિલ્મ એકવાર તો અચૂક જુએ જ છે. આથી, અક્ષય કુમારની ફિલ્મનું ઓપનિંગ કલેક્શન મિનિમમ સાતથી આઠ કરોડ રહેવાની આશા હોય છે. તેને બદલે ‘મિશન રાણીગંજ’ ત્રણ કરોડ સુધી પહોંચવામાં પણ ફસડાઈ પડી છે.
મોટાભાગના સમીક્ષકોએ આ ફિલ્મની આકરી ટીકા કરી છે. આ જ પ્રકારની કથા વસ્તુ ધરાવતી અમિતાભ -શશી કપૂરની ‘કાલા પથ્થરદની સરખામણીએ આ ફિલ્મ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ છતાં પણ અતિશય નબળી હોવાની ટીકા થઈ રહી છે.
રાજશ્રી પ્રોડક્શનનની ફિલ્મ ‘દોનો’ પહેલા દિવસે એક કરોડ સુધી પણ પહોંચી ન હતી. પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા તથા સની દેઓલના પુત્ર રાજવીરની પહેલી ફિલ્મ સૂરજ બડજાત્યાના દીકરા અવનીશની પણ દિગ્દર્શક તરીકે ડેબ્યૂ મૂવી છે.
આ ફિલ્મ બહુ મર્યાદિત સ્ક્રીન પર જ રીલીઝ થઈ છે. તેમ છતાં પણ ‘હમ આપ કે હૈ કૌન’ તથા ‘મૈને પ્યાર કિયા’ જેવી ઓલટાઈમ હિટ ફિલ્મો આપી ચૂકેલાં પ્રોડક્શન હાઉસની ફિલ્મનું ઓપનિંગ બહુ જ નિરાશાજનક રહ્યું છે.
ભૂમિ પેડનેકર સહિતના કલાકારોની ફિલ્મ ‘થેન્કયુ ફોર કમિંગ’ પાસેથી આમ પણ ટ્રેડ વર્તુળોને ઝાઝી આશા ન હતી. આ ફિલ્મ પણ માંડ એક કરોડની કમાણી કરી શકી છે.