અતિરેક હંમેશા નુકસાન કરાવે: આ હેલ્ધી આદતોને વધુ પડતી ફોલો કરવાથી પણ તમે પડી શકો છો બીમાર

[ad_1]

Updated: May 31st, 2023

                                                         Image Source: Freepik

અમદાવાદ, તા. 31 મે 2023 બુધવાર

દરરોજની કોઈક એવી ટેવ હોય છે જેના વિશે બાળપણથી સાંભળવા મળે છે કે આ આદત સારી છે, આ હેલ્ધી હેબિટ છે. અમુક લોકો નાની ઉંમરેથી જ તે આદતોને ફોલો કરવા પણ લાગે છે. આમ તો આ એવી આદતો છે જેના ફાયદા વિશે કોઈ શંકાને સ્થાન નથી પરંતુ એવુ પણ કહેવાય છે કે અતિ દરેક બાબત માટે ખરાબ હોય છે. પછી તે સારુ હોય કે ખરાબ હોય. 

તાકાતથી બ્રશ કરવુ

બધાને સવારે અને રાત્રે સૂતા પહેલા બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. આ એક સારી આદત છે પરંતુ અમુક લોકો દાંતોના આરોગ્યને લઈને એટલા ચિંતિત થઈ જાય છે કે તેઓ તાકાત લગાવીને બ્રશ કરવા લાગે છે. આનાથી દાંતોને નુકસાન થાય છે. દાંતોને હંમેશા જમ્યા બાદ અડધા કલાક પછી સાફ કરવા જોઈએ અને ઓછી તાકાત સાથે થોડુ જલ્દી આ પ્રક્રિયાને પૂર્ણ કરવી જોઈએ. 

પાણી

શરીરને હાઈડ્રેટ રાખવા માટે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે પરંતુ દરેક વ્યક્તિ માટે પાણીની અલગ-અલગ પ્રમાણ જરૂરી હોય છે. અમુક લોકોને વધુ પાણી પીવાથી મુશ્કેલી થતી હોય છે. વધુ પાણી પીવાથી બ્લડમાં સોડિયમ ડાયલ્યૂટ થવા લાગે છે. પાણીની જરૂરિયાત પોતાના શરીરના હિસાબે નક્કી કરવી જોઈએ.

શાકભાજીનું મિશ્રણ

ઘણા બધા લોકો વધુથી વધુ શાકભાજી ખાવાના ચક્કરમાં ઘણા પ્રકારના શાકભાજી મિક્સ કરી દે છે. દરેક પ્રકારનું કોમ્બિનેશન પણ સૌ ને સૂટ કરતુ નથી. અમુક કોમ્બિનેશન એવા હોય છે જે બ્લોટિંગ કે ગેસનું કારણ બને છે. તેથી દરેક પ્રકારની શાકભાજી મિક્સ કરીને ખાવાના બદલે પોતાના જરૂરિયાત અનુસાર મિક્સ તૈયાર કરે.

વધુ વર્કઆઉટ કરવુ

જો વર્કઆઉટ કરતી વખતે થાક અનુભવાય તો સમજો કે તમે પોતાના શરીરને વધુ તકલીફ આપી રહ્યા છો. આવા વર્કઆઉટથી તમને એનર્જી મળવાના બદલે ચીડિયાપણુ અને ગુસ્સો વધુ થશે. હોઈ શકે છે કે તમારી ઊંઘ પણ આનાથી પ્રભાવિત થાય.

Leave a comment