અનન્યા સંભવિત ભાવિ જેઠાણી વિદ્યા બાલનને ઉમળકાથી મળી

[ad_1]

Updated: Sep 28th, 2023


– અનન્યા અને વિદ્યાના દિયર આદિત્ય વચ્ચે ડેટિંગ ચાલે છે 

– અનન્યાએ વિદ્યા પાસે સામેથી જઈ હગ આપ્યું અને કિસ કરી

મુંબઈ: અનન્યા પાંડે તાજેતરમાં એક ઈવેન્ટમાં તેની સંભવિત ભાવિ જેઠાણી વિદ્યા બાલનને બહુ પ્રેમથી મળી હતી. બંનેએ જાહેરમાં એકબીજાને ઉષ્માસભર રીતે હગ કર્યું હતું અને કિસ પણ કરી હતી. 

વિદ્યા બાલન પ્રોડયૂસર સિદ્ધાર્થ રોય કપૂરને પરણી છે. સિદ્ધાર્થના નાના ભાઈ આદિત્ય અને અનન્યા પાંડે વચ્ચે ડેટિંગ ચાલતું હોવાનું કહેવાય છે. બંનેએ ક્યારેય તેમનો સંબંધ જાહેરમાં સ્વીકાર્યો નથી પરંતુ બંને મોટાભાગની ઈવેન્ટસમાં સાથે જોવા મળે છે અને વેકેશન પર પણ સાથે સાથે જાય છે.

તાજેતરમાં એક ફિલ્મ રીલીઝનાં ફંકશનમાં વિદ્યા બાલન પણ સ્ટેજ પર હતી અનેે અનન્યા પણ ત્યાં પહોંચી હતી. વિદ્યા બીજા લોકોને હળે મળે ત્યાં સુધી અનન્યાએ એક બાજુ પર ઊભા રહીને રાહ જોઈ હતી. જેવી વિદ્યા ફ્રી થઈ કે તરત જ અનન્યા તેના તરફ ધસી ગઈ હતી અને બંને એકબીજાને બહુ પ્રેમથી ભેટી પડયાં હતાં અને કિસ પણ કરી હતી. બંનેએ જાણે બહુ પ્રગાઢ મૈત્રી હોય તેમ સાથે પોઝ આપ્યા હતા. 

આ વખતે હાજર મીડિયાએ આદિત્ય.. આદિત્યના નામની બૂમો પણ પાડી હતી. તે વખતે અનન્યા શરમાઈ ગઈ હતી.

Leave a comment