અભિનેતા જિમી શેરગિલે પોતાના કરિયરની સૌથી મોટી ભૂલનો કર્યો ખુલાસો, આજે પણ છે તેનો પસ્તાવો

[ad_1]

Updated: Oct 5th, 2023

                                                       Image Source: Facebook

મુંબઈ, તા. 05 ઓક્ટોબર 2023 ગુરૂવાર

બોલીવુડમાં એક ક્યૂટ અને રોમેન્ટિક એક્ટર તરીકે ઓળખ બનાવીને શરૂઆત કરનાર એક્ટર જિમી શેરગિલે પોતાના કરિયરની સૌથી મોટી ભૂલ અંગે વાત કરી છે. તેમણે જણાવ્યુ કે તેમને પોતાના કરિયરમાં કરેલી એક ભૂલ પર પસ્તાવો છે. જિમી ટૂંક સમયમાં જ નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘ચૂના’ માં નજર આવશે. 

અભિનેતાએ કહ્યુ મે પોતાની ચોકલેટ બોયની છબીને ત્યાગીને ગંભીર ભૂમિકાઓ પસંદ કરી. તેમણે કહ્યુ, હુ આજના તમામ યુવાન અભિનેતાઓને કહેવા માંગુ છુ કે તેમણે પોતાની યુવાન અવસ્થામાં એક ચોકલેટ બોયની છબીનો આનંદ લેવો જોઈએ. પરિપક્વ ભૂમિકાઓની વધુ ઉતાવળ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. મારા કરિયરમાં હુ મારી ચોકલેટ બોયની છબીને બદલવાની ઉતાવળમાં હતો. મને આજે આવુ કરવાનું પસ્તાવો છે. 

આ ફિલ્મો દ્વારા બદલી છબી

અભિનેતાએ કહ્યુ મને લાગે છે કે હુ કેરેક્ટર રોલના કારણે જ ફિલ્મી ઉદ્યોગમાં આટલા વર્ષો સુધી પ્રાસંગિક રહ્યો. હુ બેક ટુ બેક રોમેન્ટિક ફિલ્મો કરી રહ્યો હતો, ગીત ગાઈ રહ્યો હતો અને એક દિવસ મને અહેસાસ થયો કે લોકો માટે હવે આ બધુ વધારે પડતુ થઈ રહ્યુ છે. ત્યારે જ મે કેરેક્ટર રોલ કરવાનો નિર્ણય કર્યો અને મે મુન્નાભાઈ, અ વેડનસડે, તનુ વેડ્સ મનુ જેવી ફિલ્મો કરી અને આ સૌ એ મારામાં પરિવર્તન લાવવાનું શરૂ કરી દીધુ. 

વેબ સિરીઝ ‘ચૂના’ કેવી છે

ચૂના એક લૂંટ કોમેડી ડ્રામા છે. જેમાં આશિમ ગુલાટી, અરશદ વારસી, વિક્રમ કોચર, નમિત દાસ, ચંદન રોય, જ્ઞાનેન્દ્ર ત્રિપાઠી, મોનિકા પંવાર પણ છે. આ સિરીઝ હવે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.

Leave a comment