અમદાવાદ મેચ જોવા આવેલા વિકી કૌશલે કહ્યું, મારી તો આ છે ફેવરિટ ટીમ, ગુજરાતી ભોજન માણ્યું

અમદાવાદ મેચ જોવા આવેલા વિકી કૌશલે કહ્યું, મારી તો આ છે ફેવરિટ ટીમ, ગુજરાતી ભોજન માણ્યું


વિક્કી કૌશલે શહેરના ગુરુકુળ વિસ્તારમાં ફાફડા-જલેબીની મજા માણી

અભિનેતાએ તેમની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’નું પ્રમોશન પણ કર્યું

Updated: May 29th, 2023

અમદાવાદ, તા.29 મે-2023, સોમવાર

હાલ અભિનેતા વિક્કી કૌશલ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેઓ ગઈકાલથી જ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની મેચ જોવા અમદાવાદના મહેમાન બન્યા છે. જોકે ગઈકાલે ખરાબ હવામાનના કારણે મેદ રદ કરવામાં આવી હોવાથી તેઓ અહીં જ રોકાયા છે. આ દરમિયાન તેમણે આજે શહેરમાં ફાફડા જલેબીનો પણ આનંદ લીધો હતો. ઉપરાંત વિક્કી કૌશલે તેમની ફેવરેટ ટીમ કંઈ છે, તે અંગે પણ જણાવ્યું હતું.

વિક્કીએ ગુરુકુળ વિસ્તારમાં ફાફડા જલેબીની મજા માણી

વિક્કી કૌશલે કેટલીક તસવીરો પણ શેર કરી હતી. જ્યારે તેઓ ગુરુકુળ વિસ્તારમાં ફાફડા જલેબીની મજા માણી ત્યારે પિચ કલરના હુડી સ્ટાઈલમાં કપડાં અને જિન્સ પેન્ટ પહેરવા ઉપરાંત બ્લેક ચશ્મામાં તેઓ સુપર દેખાતા હતા. વિક્કીએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, ‘બારીશ તુજે પાપ લગેગા…’ ઉલ્લેખનિય છે કે, શહેરમાં ધોધમાર વરસાદના કારણે વિક્કી કૌસલ મેચ જોઈ શક્યા ન હતા અને જેને લઈને તેમણે ઈન્સ્ટાગ્રામ પર હટકે અંદાજમાં આ વાંક્ય લખ્યું હતું. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે અમદાવાદમાં ધમાકેદાર વરસાદ પડવાના કારણે ગુજરાત અને ચેન્નાઈની IPLની ફાઈનલ મેચ રમાઈ ન હતી અને બીજા દિવસે રિઝર્વ-ડેએ મેચ રમાડવાનો નિર્ણય લેવાયો હતો. 

વિક્કી કૌશલે જણાવ્યું, ‘તેમની કંઈ ટીમ ફેવરેટ ?’

આ દરમિયાન વિક્કી કૌશલે તેમની ફેવરેટ ટીમ અંગે પણ માહિતી આપી હતી. એક વાતચીત દરમિયાન વિક્કીએ કહ્યું કે, તેમની મુંબઈ ઈન્ડિયન્સ ટીમ ફેવરેટ છે. ઉલ્લેખનિય છે કે, આજે રિઝર્વ-ડે પર ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPLની ફાઈનલ મેચ રમાડવાનો નિર્ણય કરાયો છે. તો વિક્કી કૌશલ પણ આજની મેચનો આનંદ માણશે.

વિક્કીએ જલેબી ફાફડાની મોજ માણી

વિક્કી કૌશલે વધુ એક તસવીર શેર કરીને ફેન્સને ખુશ કરી દીધા છે. વિક્કીએ શહેરના ગુરુકુળ વિસ્તારમાં જલેબી ફાફડાની મજા માણી હતી. તેમણે જલેબી-ફાફડાની તસવીર શેર કરીને લખ્યું છે કે, ‘જરા ફાફડા અને જરા જલેબી’… જે મિઠાઈની દુકાનમાં તેમણે જલેબી-ફાફડાની મજા માણી તે દુકાનમાં વિક્કી કૌશલની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ની ડિઝાઈન પણ ટેબલ પર જોવા મળી હતી. વિક્કીએ ગુજરાતી વાનગીની મજા માણવાની સાથે તેમની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’નું પ્રમોશમ પણ કર્યું હતું.

Leave a comment