

– બોલીવૂડમાં પ્રોપર્ટી બૂમ
– અંધેરીમાં ઓફિસ સ્પેસની ખરીદી, અગાઉ કાજોલે પણ ઓફિસ લીધી હતી
મુંબઇ: બોલીવૂડમાં હાલ પ્રોપર્ટી બૂમ હોય તેમ એક પછી એક કલાકારો પ્રોપર્ટીની ખરીદી કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન, સારા અલી ખાન તથા કાર્તિક આર્યને અંધેરીમાં ઓફિસ સ્પેસની ખરીદી કરી છે.
અમિતાભે ૭૬૨૦ સ્કવેર ફૂટની ઓફિસ સ્પેસ ૨૮ કરોડમાં ખરીદી છે. તેની સાથે ૧૨ કાર પાર્કિંગની સુવિધા છે. આ સોદા માટે તેણે ૧.૭૨ કરોડ રુપિયાની સ્ટેમ્પ ડયૂટી ભરી છે.
સારાએ પણ આ જ બિલ્ડિંગમાં પોતાની માતાના નામ સાથે ચોથા માળ પર નવ કરોડ રૂપિયાની ઓફિસ ખરીદી છે. જેના માટે તેણે ૪૧ લાખ રૂપિયા સ્ટેમ્પ ડયુટી ભરી છે. આ સાથે તેને ત્રણ કાર પાર્કિંગની સુવિધા મળી છે.
કાર્તિક આર્યને પણ આ જ બિલ્ડિંગના ચોથા માળે ૧૦.૯ કરોડ રૂપિયામાં એક ઓફિસ લીધી છે જેના માટેતેણે ૪૭.૫૫ લાખ રૂપિયા સ્ટેમ્પ ડયુટી ભરી છે.
હજુ થોડા સમય પહેલાં કાજોલે પણ ઓફિસ સ્પેસની ખરીદી કરી હતી.