અમેરિકામાં રાહુલ ગાંધીએ મોદી સરકારના આ નિર્ણયના વખાણ કર્યા, મારું સ્ટેન્ડ પણ સરકાર જેવું જ હોત


રશિયા મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની નીતિની કરી પ્રશંસા

યુક્રેન-રશિયા મુદ્દે ભારતનું વલણ, શાંતિપૂર્ણ વાતચીત જ સંકટનો ઉકેલ

Updated: Jun 1st, 2023

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ સતત પ્રહારો કરી રહ્યા છે. જો કે, એક પ્રસંગ એવો પણ બન્યો કે જ્યારે તેમણે કેન્દ્ર સરકારની નીતિની પ્રશંસા પણ કરી હતી. રાહુલ ગાંધીએ રશિયા પર કેન્દ્ર સરકારના સ્ટેન્ડનું સમર્થન કર્યું હતું. રશિયાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર આક્રમણ કર્યું હતું. ત્યારથી પશ્ચિમી દેશો સતત તેનો વિરોધ કરી રહ્યા છે. જોકે ભારતે આ મુદ્દે અલગ વલણ અપનાવ્યું છે.

રશિયા મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની નીતિની કરી પ્રશંસા

રાહુલ ગાંધીને એક પ્રશ્ન દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, શું તમે રશિયા મુદ્દે ભારતના તટસ્થ વલણને સમર્થન આપો છો. જેના પર રાહુલ ગાંધીએ કહ્યું  કે, “ભારતના રશિયા સાથે સંબંધો સારા છે. રશિયા પર ભારત દેશની કેટલીક નિર્ભરતાઓ છે. તેથી મારું સ્ટેન્ડ ભારત સરકાર જેવું જ રહેશે.”

 યુક્રેન-રશિયા મુદ્દે ભારતનું વલણ, શાંતિપૂર્ણ વાતચીત જ સંકટનો ઉકેલ

તાજેતરના સમયમાં ભારત યુક્રેનમાં રશિયાની કાર્યવાહીની નિંદા કરતા યુએન બોડીના તમામ ઠરાવથી દૂર રહ્યું છે. ભારતનું કહેવું છે કે, શાંતિપૂર્ણ વાતચીત જ સંકટનો ઉકેલ લાવવાનો એકમાત્ર રસ્તો છે. જો કે રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતે સરકારે પોતાનાના હિતને ધ્યાને લેવું પડશે.

મિત્ર દેશો અને અન્ય દેશો સાથે સંતુલન જાળવવા રાહુલ ગાંધીએ કરી વાત 

રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત ઘણો મોટો દેશ છે. તેના બીજા ઘણા દેશો સાથે સંબંધો છે. તે એટલો નાનો દેશ નથી કે તે એક દેશ સાથે સંબંધ રાખે અને બીજા સાથે નહીં. વધુમાં કહ્યું કે, “અમે હંમેશા આ પ્રકારના સંબંધો રાખીશું. જેમાં  કેટલાક દેશો સાથે અમારા સંબંધો વધુ સારા રહેશે અને અન્ય દેશો સાથે સંબંધો વિકસાવીશું. જેથી સંતુલન જળવાઈ રહે.

ગેરકાયદે મુસાફરી અને હથિયાર રાખવાના અનેક કેસ પણ નોંધાયેલા

હત્યા બાદ, 13 એપ્રિલ, 2015ના રોજ મેરીલેન્ડની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એની અરુન્ડેલ કાઉન્ટી માટે સ્થાનિક ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ પછી તે ઘણી વખત ગેરકાયદે હવાઈ મુસાફરી કરતો રહ્યો. તેની સામે ગેરકાયદે મુસાફરી અને હથિયાર રાખવાના અનેક કેસ પણ નોંધાયેલા છે.

Leave a comment