[ad_1]
અરુણ ગોવિલ અને દીપિકા ચીખલિયા ફેમ રામાયણનું ફરી ટીવી પર પ્રસારણ
રામાનંદ સાગરની રામાયણ છે ખૂબ ફેમસ
Updated: Jan 30th, 2024
Ramanand Sagar Ramayan: રામાનંદ સાગરની રામાયણ વર્ષો જૂની હોવા છતાં પણ લોકોની પ્રિય છે. આ શોને ફરીથી ટેલિકાસ્ટ કરવાની ઘણી માંગ છે. આ દરમિયાન ચાહકો માટે એક સારા સમાચાર છે. રામાનંદ સાગરની રામાયણ ફરી પ્રસારિત થશે. તે ક્યારે અને કયા પ્લેટફોર્મ પર ટેલિકાસ્ટ થશે તે જાણો.
રામાયણનું ફરી ટીવી પર ટેલિકાસ્ટ
1987 માં શરૂ થયેલો આ શો થોડા જ સમયમાં ફેમસ થઈ ગયો હતો. આ પછી રામાયણ અને મહાભારતની થીમ પર ઘણા ટીવી શો બન્યા. પરંતુ રામાનંદ સાગરની ‘રામાયણ’ સાથે કોઈ સ્પર્ધા કરી શક્યું નહીં. આ શોને ફરીથી જોવા માટે દર્શકોએ ભારે ઉત્સુકતા દર્શાવી છે. જે બાબતે સારા સમાચાર આવ્યા છે. રામાયણ ફરી એકવાર ટેલિવિઝન પર જોવા મળશે.
धर्म, प्रेम, और समर्पण की अद्वितीय गाथा…एक बार फिर आ रहा है पूरे भारत का सबसे लोकप्रिय शो ‘रामायण’, जल्द देखिए #DDNational पर। #Ramayan | @arungovil12 | @ChikhliaDipika | @LahriSunil pic.twitter.com/zqOrwx2pOg
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) January 30, 2024
દૂરદર્શને આપી જાણકારી
રામાયણના ફરી ટીવી પરના ટેલિકાસ્ટની જાણકારી દૂરદર્શને પોતાના ટ્વિટર પર શેર કરી હતી. જેમાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ‘ધર્મ, પ્રેમ અને સમર્પણની અનોખી ગાથા… ફરી એકવાર સમગ્ર ભારતનો સૌથી લોકપ્રિય શો ‘રામાયણ’ આવી રહ્યો છે, તેને ટૂંક સમયમાં DD National પર જુઓ.’
ચાહકોના ઉત્સાહના કારણે લીધો નિર્ણય
આ પોસ્ટ સામે આવ્યા બાદ ચાહકોએ ખુશી વ્યક્ત કરી છે. આ સાથે એવી માંગ પણ કરવામાં આવી હતી કે મહાભારત શો પણ ફરીથી શરૂ કરવામાં આવે. રામાયણમાં અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાને ફરી એકવાર ભગવાન રામ અને માતા સીતાની ભૂમિકામાં જોવા માટે ચાહકો ઉત્સાહિત છે.