અરબી સમુદ્રમાં એક્ટીવ થશે ચક્રવાત ‘બિપોરજોય’, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં એક્ટીવ થશે ચક્રવાત ‘બિપોરજોય’, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી


અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી

કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે

Updated: Jun 4th, 2023

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 4 જૂનથી દેશમાં ચોમાસાની એન્ટ્રી થવાની હતી. એવામાં આજે રાજ્યમાં પણ મેઘરાજાએ બેટિંગ શરુ કરી દીધી છે. રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી બે દિવસ વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં વરસાદી ટર્ફ  પસાર થતો હોવાના કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી બે દિવસ વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, બનાસકાંઠા અને આણંદમાં વરસાદ પડી શકે છે. તો એવામાં અમદાવાદમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે પવન ફુંકાઈ શકે છે. 7 અને 8 જૂને અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ના ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી 

રાજ્યમાં હવામાન વિભગ અનુસાર અગામી 7થી 11 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ વાવાઝોડુંને બિપોરજોય નામ અપાયુ છે. જેના કારણે 7 જૂનની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે. જેના કારણે વાવાઝોડા સાથે 7થી 11 જૂન સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

રાજ્યના 54 તાલુકામાં વરસાદ ખાબક્યો 

આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 54 તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ   વરસ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ખેડાના મહેમદાવાદમાં 2 ઇંચ, બનાસકાંઠા અને નડિયાદમાં 1.7 ઇંચ, તેમજ ગાંધીનગર, અમદાવાદમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

Leave a comment