અલ્લુ અર્જુન અને કૃતિ સેનન એક ફિલ્મમાં જોડી જમાવે તેવી સંભાવના

અલ્લુ અર્જુન અને કૃતિ સેનન એક ફિલ્મમાં જોડી જમાવે તેવી સંભાવના


Updated: Oct 20th, 2023


– બંનેને તાજેતરમાં નેશનલ એવોર્ડ મળ્યો છે 

– અલ્લુની સોશિયલ મીડિયા પોસ્ટના આધારે સંકેત મળતાં બંનેના ચાહકોમાં ભારે ઉત્સાહ 

મુંબઈ : તાજેતરમાં જ નેશનલ એવોર્ડ મેળવનારા કલાકારો અલ્લુ અર્જુન અને કૃતિ સેનન કોઈ ફિલ્મમાં સાથે દેખાઈ શકે છે. બંનેની જોડી ઓન સ્ક્રીન જોવા મળશે તેવી સંભાવનાથી તેમના ચાહકોમાં ઉત્સાહ ફેલાયો છે. 

અલ્લુ અર્જુનની એક સોશિયલ મીડિયા પોસ્ટ પરથી આ સંકેત મળ્યો છે. અલ્લુએ એવોર્ડ ફંકશન બાદ પોતાની આલિયા ભટ્ટ તથા કૃતિ સેનન સાથેની તસવીર પોસ્ટ કરી હતી. તેમાં તેણે કૃતિની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. અલ્લુએ એમ પણ લખ્યું હતું કે તેઓ બહુ જલ્દીથી કોઈ ફિલ્મમાં સાથે આવે તેવું બની શકે છે. અલ્લુની આ પોસ્ટ બાદ બોલીવૂડ તથા સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ ભારે ચર્ચા જાગી છે. કૃતિ સેનનનું નામ પ્રભાસની ગર્લફ્રેન્ડ તરીકે પણ અગાઉ ચર્ચાઈ ચૂક્યું છે. તેઓ લગ્ન કરવાનાં હોવાની વાત પણ અનેક વાર ચગી ચૂકી છે. આથી સાઉથના ફિલ્મ દર્શકોમાં પણ કૃતિ બહુ જાણીતી છે. 

જોકે, અલ્લુ અર્જુનની આ પોસ્ટ અંગે કૃતિએ તેઓ કોઈ ફિલ્મ સાથે કરી રહ્યાં હોવાં અંગે કોઈ કન્ફર્મેશન આપ્યું નથી. 

કૃતિને ‘મીમી’ જ્યારે અલ્લુ અર્જુનને ‘પુષ્પા’ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો  છે. દિલ્હીમાં આ એવોર્ડ વિતરણ સમારંભમાં  કૃતિ અને અલ્લુ વચ્ચે ભારે આત્મીયતા હોવાનું દેખાયું હતું. 

Leave a comment