આઈસ્ક્રીમ ખાધાના કેટલા સમય પછી પીવુ જોઈએ પાણી ! મોટાભાગના લોકો કરતા હોય છે આ ભૂલ

આઈસ્ક્રીમ ખાધાના કેટલા સમય પછી પીવુ જોઈએ પાણી ! મોટાભાગના લોકો કરતા હોય છે આ ભૂલ


આઇસ્ક્રીમ ખાધા પછી ગમે તેટલી તરસ લાગે પણ તરત પાણી પીવુ જોઈએ નહીં.

આઇસ્ક્રીમ ખાધા પછી તરત પાણી પીવો છો તો તેનાથી ગળુ ખરાબ થઈ શકે છે.

Updated: May 20th, 2023

Image Envato 

તા. 20 મે 2023, શનિવાર 

હાલમાં બળબળતો ઉનાળો લોકોને દઝાડી રહ્યો છે, લોકો ઠંડક માટે વિવિધ ઉપાયો કરતા હોય છે. જેમા ઠંડક માટે બરફગોળા, વરિયાળી પાણી, વિવિધ ફ્લેવરના પાણી તેમજ આઇસ્ક્રીમ ખાતા હોય છે. અને આઇસ્ક્રીમનો ટેસ્ટ કોને ન ગમે..? બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક લોકોને આઇસ્ક્રીમનો ટેસ્ટ પસંદ આવે છે. પરંતુ કેટલાક લોકો તેને ફાયદાકારક માને છે. ઘણા લોકોનું માનવુ છે આઇસ્ક્રીમ ખાવાથી શરીરમાં ઠંડક મળે છે અને ગરમીમાથી રાહત મળે છે. 

આઇસ્ક્રીમ ખાધા પછી ગમે તેટલી તરસ લાગે પણ તરત પાણી પીવુ જોઈએ નહીં

પરંતુ તમે જ્યારે આઇસ્ક્રીમ ખાવો છો ત્યારે તમે જોયુ હશે તરસ વધુ લાગે છે. આવુ લગભગ દરેક લોકોને થાય છે. પરંતુ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આઇસ્ક્રીમ ખાધા પછી કેટલા ટાઈમ પછી પાણી પીવુ જોઈએ. પરંતુ તમને જણાવી દઈએ કે આઇસ્ક્રીમ ખાધા પછી ગમે તેટલી તરસ લાગે પણ તરત પાણી પીવુ જોઈએ નહીં.

આઇસ્ક્રીમ ખાધા પછી કેટલા સમય પછી પાણી પીવુ જોઈએ

આ બાબતે નિષ્ણાતોના કહેવા પ્રમાણે આઇસ્ક્રીમ ખાધા પછી તરત પાણી પીવાથી બચવુ જોઈએ. જો તમે આઇસ્ક્રીમ ખાધા પછી તરત પાણી પીવો છો તો તે યોગ્ય નથી. જો તમે આઇસ્ક્રીમ ખાધા પછી તરત પાણી પીવો છો તો તેનાથી ગળુ ખરાબ થઈ શકે છે. અને તેમા દુખાવાની સમસ્યા થઈ શકે છે. અને તેની સાથે દાંતોની સમસ્યા શરુ થઈ શકે છે. એટલે જ્યારે તમે આઇસ્ક્રીમ ખાઓ છો ત્યારે ગમે તેટલી તરસ લાગે પરંતુ પાણી પીવુ જોઈએ નહી. આઇસ્ક્રીમ ખાધા પછી ઓછામાં ઓછી 15 મિનિટ પછી પાણી પીવુ જોઈએ. જેના કારણે તમે કેટલીયે બીમારીઓથી બચી શકો છો. 

Leave a comment