‘આજે ભગવાન પાસે કંઈ માંગવા નહીં તેમનો આભાર માનવા આવ્યો છુ’ : અયોધ્યામાં અભિનેતા અનુપમ ખેરે કર્યા રામલલાના દર્શન

‘આજે ભગવાન પાસે કંઈ માંગવા નહીં તેમનો આભાર માનવા આવ્યો છુ’ : અયોધ્યામાં અભિનેતા અનુપમ ખેરે કર્યા રામલલાના દર્શન


Updated: Sep 30th, 2023

                                                    Image Source: Facebook

મુંબઈ, તા. 30 સપ્ટેમ્બર 2023 શનિવાર

અનુપમ ખેર બોલીવુડના ખૂબ જ જાણીતા એક્ટર છે. તેમણે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તમામ ફિલ્મોમાં અલગ-અલગ પાત્ર નિભાવીને પોતાની એક્ટિંગ સ્કીલ સાબિત કરી છે. અત્યારે અનુપમ ખેર વિવેક અગ્નિહોત્રીના ડાયરેક્શનમાં બનેલી લેટેસ્ટ ફિલ્મ ધ વેક્સિન વોર માં નજર આવી રહ્યા છે. આ સૌની વચ્ચે અનુપમ ખેર અયોધ્યા હનુમાનગઢી સહિત 21 હનુમાન મંદિરો સાથે જોડાયેલી ઐતિહાસિક વીડિયો ડોક્યુમેન્ટ્રી પણ બનાવી રહ્યા છે. આ દરમિયાન એક્ટર શુક્રવાર રાત્રે અયોધ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન અનુપમ ખેરે સંકટ મોચન હનુમાન જીના આઠ મંદિરો અને તેમના મહત્વ પર આધારિત 5 મિનિટની ડોક્યુમેન્ટ્રી ફિલ્મને લોન્ચ કરી. આ અવસરે તેમણે પોતાની ડોક્યુમેન્ટ્રી સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી.

અનુપમ ખેર માતાનું સપનું પૂરુ કરવા ઈચ્છે છે

અયોધ્યા પહોંચેલા અનુપમ ખેરે કહ્યુ કે તેમની માતા કહે છે કે મને પણ અયોધ્યા લઈ જા. હુ મારી માતાનું સપનુ પૂરુ કરીશ અને જો મને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં નિમંત્રણ મળ્યો તો હું આવવા માંગીશ કેમ કે આપણા મોઢેથી આપમેળે નીકળે છે હે રામ, ઓ રામ આ સંદેશને દુનિયા સુધી પહોંચાડવાનો છે. તેમણે એ પણ કહ્યુ, ‘હુ ભગવાન પાસે માત્ર સુખ-શાંતિ માંગુ છુ. ભગવાને મને બધુ જ આપી દીધુ છે. આજે હુ કંઈ માંગવા નહીં માત્ર ભગવાનનો આભાર માનવા આવ્યો છુ. અહીંના દરેક પથ્થરમાં તીર્થ છે.’

Leave a comment