આજે લગ્નના બંધનમાં બંધાશે રાઘવ-પરિણિતી, બોટ પર જાન પહોંચશે લીલા પેલેસ

[ad_1]

રાઘવ ચડ્ઢાના રેહવાની વ્યવસ્થા લીલા પેલેસથી 400 મીટર દુર લેક પેલેસમાં કરવામાં આવી છે

Updated: Sep 24th, 2023

Image:Instagram

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આજે ઉદયપુરની હોટેલ લીલા અને તાજ પેલેસમાં લગ્નના બંધનમાં બંધાશે. રાઘવ અને પરિણીતીના લગ્નની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. આજે બપોરે 2 વાગ્યે રાઘવ હોટેલ તાજ પેલેસથી જાન લઈને લીલા પેલેસ જશે. લીલા પેલેસ સુધી પહોંચવાનો એક જ રસ્તો છે જે તળાવમાંથી પસાર થાય છે. રાઘવ ચડ્ઢાના રેહવાની વ્યવસ્થા લીલા પેલેસથી 400 મીટર દુર લેક પેલેસમાં કરવામાં આવી છે. ત્યાંથી તે બોટમાં જાન સાથે લીલા પેલેસ પહોંચશે.

લગ્નમાં બોલીવૂડની સાથે સાથે રાજનીતિના રાજનેતાઓ પણ સામેલ

પરિણીતી અને રાઘવના લગ્નમાં બોલીવૂડના મોટા સેલેબ્સની સાથે સાથે રાજનીતિની દુનિયાના મોટા રાજનેતાઓ પણ સામેલ થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને સાંસદ સંજય સિંહ પણ લગ્નમાં હાજરી આપવા ઉદયપુર પહોંચ્યા છે. ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પરિણીતી અને રાઘવના લગ્નમાં હાજરી આપવા ઉદયપુર પહોંચી ગયા છે. તેણે લીલા પેલેસ જતી વખતે બોટનો એક વીડિયો શેર કર્યો હતો.

મહેમાનોનું લિસ્ટને ગુપ્ત રાખવામાં આવ્યું

લગ્નમાં સામેલ થનારા મહેમાનોનું લિસ્ટને ગુપ્ત રાખવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તળાવના ખૂણે-ખૂણે 100 પ્રાઇવેટ સિક્યુરીટી ગાર્ડ તૈનાત કરવામાં આવશે. લગ્નની તસવીરો બહાર ન જાય તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજસ્થાનના ઉદયપુરમાં યોજાનારા આ લગ્નમાં બોલીવૂડના જાણીતા સેલેબ્સ પણ હાજરી આપી રહ્યા છે.

લગ્નની વિધિઓનું શેડ્યુલ

બપોરે 1 વાગ્યે રાઘવને સાફો બાંધવામાં આવશે

બપોરે 2 વાગ્યે જાન નીકળશે

બપોરે 3:30 વાગ્યે જયમાલા કાર્યક્રમ યોજાશે

સાંજે 4 વાગ્યે પરિણીતી અને રાઘવ ફેરા ફરશે

સાંજે 6:30 વાગ્યે પરિણીતીની વિદાય થશે


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.

Leave a comment