આદિપુરુષમાં કૃતિને મળેલી ફી જેટલો ખર્ચો એક જ ઈવેન્ટમાં

આદિપુરુષમાં કૃતિને મળેલી ફી જેટલો ખર્ચો એક જ ઈવેન્ટમાં


Updated: Jun 8th, 2023


– ફિલ્મના પ્રચાર માટે એડીચોટીનું જોર

– તિરુપતિની ઈવેન્ટમાં અઢી કરોડનો ખર્ચ, 50 લાખની તો માત્ર આતશબાજી થઈ

મુંબઇ : કૃતિ સેનનને આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ માટે  આશરે ત્રણ કરોડ રુપિયાની ફી મળી હોવાનું કહેવાય છે. ફિલ્મ સર્જકોએ આટલી જ રકમ તો એક જ પ્રમોશનલ ઈવેન્ટમાં ખર્ચી નાખી છે. 

સાઉથ મીડિયાના દાવા અનુસાર તિરુપતિની એક યુનિવર્સિટીમાં આ ફિલ્મનું ફાઈનલ ટ્રેલર લોન્ચ કરવા માટે અઢી કરોડ રુપિયાનો ધૂમાડો કરાયો હતો. ભવ્ય આતશબાજી પાછળ જ ૫૦ લાખ રુપિયા ખર્ચાયા હતા. 

અહેવાલો અનુસાર આ તો હજુ શરુઆત છે અને નિર્માતાઓ આગામી દિવસોમાં પબ્લિસિટી માટે વધુ આવી ખર્ચાળ ઈવેન્ટસ કરે તેવી સંભાવના છે. 

ફિલ્મ અગાઉ નબળાં વીએફએક્સ તથા રાવણના લૂક મુદ્દે નેગેટિવ પબ્લિસિટીનો શિકાર બની હતી. હવે એ બધી અસર ભૂંસવા માટે આ ધામધૂમ થઈ રહી છે. 

Leave a comment