

Updated: May 28th, 2023
– મહારાજ લાયેબલ કેસ પર આધારિત ફિલ્મ હતી
– યશરાજ જેવાં બેનરની ફિલ્મ કોરાણે મૂકાઈ જતાં આમીર ખાન દીકરાની કેરિયર માટે નિરાશ
મુંબઇ: આમીર ખાનના દીકરા જૂનૈદની ફિલ્મ ‘મહારાજ’ અભેરાઈએ ચઢી ગઈ હોવાનું કહેવાય છે. ફિલ્મની નિર્માતા કંપની યશરાજ ફિલ્મ્સને આ ફિલ્મમાં બહુ કમર્શિઅલ સંભાવના ન જણાતાં તેણે આ ફિલ્મ હાલ પૂરતી પડતી મૂકી હોવાનું કહેવાય છે.
‘મહારાજ’ ફિલ્મની વાર્તા મુંબઈના બહુ જાણીતા મહારાજ લાયેબલ કેસ પર આધારિત હોવાનું કહેવાય છે. આ કેસ અખબારી સ્વતંત્રતા અને બદનક્ષીના કાયદાની બાબતોમાં માઈલસ્ટોન સમાને કેસ ગણાય છે.
આમીરે બહુ મહેનત કરીને દીકરાને આ ફિલ્મમાં રોલ અપાવ્યો હતો. પરંતુ, જોકે, યશરાજની તાજેતરમાં ‘પઠાણ’ ફિલ્મ સુપરહિટ થઈ અને તેની સામે રણવીર જેવો કલાકાર હોવા છતાં ‘જયેશભાઈ જોરદાર’ અને અક્ષય કુમારની મુખ્ય ભૂમિકા ધરાવતી ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફલોપ ગયા બાદ યશરાજને એવું લાગ્યું છે કે બહુ પ્રયોગાત્મક, સુધારાવાદી કે ઐતિહાસિક પશ્ચાદભૂ ધરાવતી ફિલ્મો બનાવવામાં સાર નથી. આથી તેણે ‘ટાઈગર થ્રી’, ‘વોર ટૂ’ અને ‘ટાઈગર વર્સિસ પઠાણ’ જેવી મસાલા એક્શન ફિલ્મો પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. તેને લીધે ‘મહારાજ’ હાલ બાજુ પર મૂકાઈ ગઈ છે.
યશરાજે આ ફિલ્મ અભેરાઈએ ચઢાવી દેતાં આમીર ખાન પોતે બહુ નિરાશ થયો છે. વાસ્તવમાં આમીરે પણ થોડા સમય પહેલાં યશરાજવાળા ‘ધૂમ ફોર’ બનાવે તો પોતે મુખ્ય ભૂમિકા માટે ઈચ્છૂક હોવાનું ણાવ્યું હતું. પરંતુ, યશરાજ દ્વારા આમીરને હવે તેની ઉંમર બહુ વધી ગઈ હોવાનું જણાવી ના પાડી દેવામાં આવી હતી.