

Updated: May 30th, 2023
– સલમાને ના પાડતાં નવા હીરોની શોધ
– આમીર જાતે તૈયાર નથી : રણબીરે કોઈ સ્પોર્ટસ ડ્રામા નહિ કરી હોવાથી ઓફર
મુંબઇ : આમીર ખાન પ્રોડક્શનની ‘ચેમ્પિયિન’ ફિલ્મમાં સલમાન ખાને મુખ્ય ભૂમિકાનો ઈનકાર કર્યા બાદ હવે રણબીરને આ રોલ ઓફર કરાયો છે.
આમીરે પોતે એક્ટિંગમાંથી બ્રેક લીધો છે. આથી તેણે સલમાનને આ રોલ ઓફર કર્યો હતો. સલમાને ટેવ અનુસાર સ્ટોરીમાં બહુ ચંચુપાત શરુ કર્યા હતા જે આમીરને મંજૂર ન હતા. આખરે તારીખોના બહાને સલમાને આ ફિલ્મ છોડી દીધી હતી. હવે આ મિર ખાને ચેમ્પિયનસ ફિલ્મ માટે રણબીર કપૂરનો સંપર્ક કર્યો છે. રણબીરને પણ આ ફિલ્મ કરવામાં રસ પડયો છે. તેમજ તેણે કારકિર્દીમાં હજી સુધી સ્પોર્ટસને લગતી ફિલ્મમાં કામ કર્યું નથી.રણબીરે ફિલ્મનું નેરેશન સાંભળ્યું છે અને કામ કરવાનો રસ દાખવ્યો છે. જો કે હજુ તેણે ફાઈનલ સંમતિ આપી નથી. આ ફિલ્મનું દિગ્દર્શન આરએસ પ્રસન્ના કરવાનો છે અને ફિલ્મ ૨૦૨૪માં રિલીઝ કરવાની તેમની યોજના છે.