આલિયા સ્પાય ફિલ્મમાં શાહરુખની શિષ્યા તરીકે દેખાશે

[ad_1]

Updated: Feb 24th, 2024


– શાહરુખના પઠાણના રોલને ક્રોસઓવર અપાશે

– આલિયા સાથે શર્વરી વાઘ પણ મહિલા જાસૂસની ભૂમિકામાં, પઠાણની સ્ટોરી કનેક્ટ કરાશે

મુંબઇ : આલિયા ભટ્ટની સ્પાય ફિલ્મમાં શાહરુખના ‘પઠાણ’ ફિલ્મના રોલને પણ ક્રોસ ઓવર અપાશે. આલિયા ભટ્ટને ફિલ્મમાં શાહરુખની શિષ્યા તરીકે દર્શાવાશે. 

યશરાજ ફિલ્મ્સ દ્વારા સ્પેશ્યલ ઓપરેશન્સને લગતી અનેક ફિલ્મ બનાવાઈ છે પરંતુ તેઓ પહેલીવાર મહિલા જાસૂસોની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત શર્વરી વાઘ સ્પેશ્યલ એજન્ટના રોલમાં દેખાશે. શાહરુખ ખાન ‘પઠાણ’ તરીકે તેમના ગુરુની ભૂમિકામાં દેખાશે. બંને ફિલ્મોની વાર્તાઓ વચ્ચે પણ કનેક્શન હશે. 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ જ ‘પઠાણ’નો બીજો ભાગ આવી રહ્યો હોવાની પણ જાહેરાત થઈ ચૂકી છે. 

Leave a comment