ઈઝરાયલથી સલામત ભારત ફરેલી એક્ટ્રેસ નુસરત ભરૂચા ડરેલી દેખાઈ, ‘કહ્યું- મને પ્લીઝ ઘરે જવા દો…’

[ad_1]

નુસરત ભરૂચા હાઈફા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ઇઝરાયેલ ગઈ હતી

Updated: Oct 8th, 2023

Image:IANS


Nushrat Bharucha Arrives At Mumbai Airport : ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ગઈકાલ(Israel-Palestine War)થી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો વચ્ચે થઇ રહેલા યુદ્ધ વચ્ચે બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાઈ ગઈ છે. આ અંગે સતત અપડેટ મળી રહી છે. આવી સ્થિતિમાં જ્યારથી આ સમાચાર મળ્યા છે ત્યારથી નુસરત(Nushrat Bharucha)ના ફેન્સ ખૂબ જ ચિંતિત હતા અને નુસરત સુરક્ષિત રીતે પોતાના દેશ પરત આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ હવે તેના ફેન્સ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયલમાં ફસાયેલી નુસરત ભરૂચા ભારત પરત આવી ગઈ છે અને હવે તે મુંબઈ એરપોર્ટ પર ઉતરી છે. 

દુબઈ થઈને ભારત આવી નુસરત

સોશ્યલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા એરપોર્ટની બહાર નીકળતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં નુસરત ખુબ પરેશાન જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે મીડિયા સાથે વાત ન કરી અને માત્ર એટલું જ કહ્યું કે, ‘હું અત્યારે ખૂબ જ પરેશાન છું, મને ઘરે પહોંચવા દો.’ નુસરતની ફ્લાઈટ કનેક્ટિંગ હતી. નુસરત દુબઈ થઈને આવી છે. 

ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગઈ ઇઝરાયેલ ગઈ હતી નુસરત

નુસરત ભરૂચા હાઈફા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ(Haifa International Film Festival)માં ભાગ લેવા માટે ઇઝરાયલ ગઈ હતી. પરંતુ આ દરમિયાન ત્યાં યુદ્ધ શરુ થઇ ગયું અને તે ત્યાં ફસાઈ ગઈ હતી. આ અંગે માહિતી નુસરતની ટીમે આપી હતી. નુસરતની ટીમ ગઈકાલે તેનાથી વાત કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પરંતુ નુસરતથી સંપર્ક થઇ શક્યો ન હતો. નુસરતની ટીમે આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ‘ગઈ કાલે બપોરે 12:30 વાગ્યે નુસરતથી છેલ્લે સંપર્ક થયો હતો. તે સમયે તે બેઝમેન્ટમાં હતી અને સંપૂર્ણપણે સુરક્ષિત હતી.’

Leave a comment