ઈટ્સ ઓફિશિયલ! દીપિકા આગામી સપ્ટેમ્બરમાં માતા બનશે

[ad_1]

Updated: Mar 3rd, 2024


– દીપિકા અને રણવીરે પેરેન્ટ બની રહ્યાની સત્તાવાર જાહેરાત કરી

– દીપિકા પ્રેગનન્ટ હોવાની કેટલાય સમયથી ચાલતી અટકળોને યુગલે  સ્વયં સમર્થન આપ્યું: દીપિકાએ આ જ કારણે બૈજુ બાવરા ઠુકરાવી હતી

મુંબઈ : દીપિકા પાદુકોણ પ્રગનન્ટ હોવાની કેટલાક સમયથી ચાલતી અટકળો આખરે સાચી ઠરી છે. ખુદ દીપિકા અને રણવીરે આજે સોશિયલ  મીડિયા પર સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે દીપિકા પ્રેગનન્ટ છે અને તે આગામી સપ્ટેમ્બર માસમાં માતા બનવાની છે. આ સાથે જ બોલીવૂડના કલાકારો સહિત લાખો ચાહકોએ આ યુગલને અભિનંદન પાઠવ્યાં હતાં. 

દીપિકા અને રણવીરે ૨૦૧૮માં લગ્ન કર્યાં હતાં. તે પછી એકથી વધુ વાર એવી અફવા ફેલાઈ હતી કે દીપિકા  માતા બનવાની છે. જોકે, હજુ ગત જાન્યુઆરી માસમાં જ ં ખુદ દીપિકાએ ઈશારો આપ્યો હતો કે તે અને રણવીર હવે પરિવાર આગળ વધારવા માગે છે. એ પછી આ મહિનામાં જ્યારે અનુષ્કાએ બીજાં સંતાનને જન્મ આપ્યો તે જ દિવસે જાણકાર વર્તુળોના હવાલાથી એવા સમાચાર પણ પ્રસર્યા હતા કે દીપિકા પણ પ્રેગનન્ટ છે અને તેની પ્રેગનન્સીને ઓલરેડી ત્રણ માસ થઈ ચૂક્યા છે. આ પહેલાં તાજેતરમાં લંડનમાં યોજાયેલા બાફ્ટા એવોર્ડમાં દીપિકાએ સાડી પહેરી હતી ત્યારે તે તેના પેટને છૂપાવી રહી હોવાનું કેટલાય ચાહકોએ નોંધ્યું હતું. 

જોકે, તે સમયે દીપિકા કે રણવીરે આ અટકળો વિશે મૌન સેવી રાખ્યું હતું. આજે દીપિકા અને રણવીરે તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ક્રિએટિવ ઈમેજ મુકી હતી જેમાં માત્ર સપ્ટેમ્બર ૨૦૨૪ એવંિ લખાણ છે અને તેની ચોતરફ નાના બાળકનાં વસ્ત્રો તથા અન્ય ચીજોનું ફ્રેમિંગ કરવામાં આવ્યું છે. 

દીપિકાએ ‘વ્હાઈટ લોટસ’ સીઝન થ્રીની ઓફર નકારી ત્યારે પણ પ્રેગનન્સીના કારણે તેણે આ નિર્ણય કર્યો હોવાની વાત પ્રસરી હતી. એક દાવા અનુસાર સંજય લીલા ભણશાળીએ ‘બૈજુ બાવરા’ દીપિકાને ઓફર કરી હતી પરંતુ  માતા બનવાનું પ્લાનિંગ કરી રહી હોવાના કારણે જ  તેણે આ પ્રોજેક્ટ પણ નકારી દીધો હતો.

Leave a comment