

![]() ![]() |
Image Envato |
તા. 4 જૂન, 2023, રવિવાર
શરીરને સ્વસ્થ્ય રાખવા માટે દરેક પ્રકારના આહાર લેવા જરુરી છે, કારણ કે શરીરમાં રહેલા કોઈ પણ તત્વોનું બેલેન્સ બગડ્યુ તો સમજો કે શરીરમાં જાતભાતના રોગ થવાનું શરુ થવા લાગશે. એટલે સ્વાસ્થ્ય બાબતે સતત જાગૃત રહેવું પડશે. આપણા શરીરમાં પ્રોટીન એ જરુરી પોષક તત્વ છે. અને જરુરી માત્રામાં પ્રોટીન લેવા જોઈએ જેથી કરીને હાડકાં મજબુત બનાવવામાં મદદ મળી રહે છે, સાથે સાથે તે શરીરના કોષોમાં આવતી ઉણપ દુર કરવામાં પણ મદદ કરે છે.
આપણે ત્યા આજકાલ યુવાનોમાં અને યુવતીઓમાં જિમ જવાનો ક્રેઝ વધ્યો છે, ત્યારથી તેઓ એવુ વિચારે છે કે પ્રોટીનની માત્ર તેમને જરૂરી છે. પરંતુ તમારો આ વિચાર ખોટો છે. જેમ પુરુષને પ્રોટીનની જરૂર હોય છે, તેવી જ રીતે સ્ત્રીને પણ શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રોટીનની જરૂર હોય છે. પરંતુ હવે પ્રશ્ન એ ઊભો થાય કે તો પછી સ્ત્રીઓએ એક દિવસમાં કેટલું પ્રોટીન લેવું જોઈએ.
મહિલાઓએ એક દિવસમાં કેટલું પ્રોટીન લેવું જોઈએ?
WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો તે પ્રમાણે 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની મહિલાઓને દરરોજ 40 થી 46 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. જો કે, મહિલાઓના કિસ્સાઓમાં પ્રોટીનની જરૂરિયાત તેમની ઉંમર, સ્નાયુઓ અને એક્ટીવિટીના આધારે નક્કી કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે જોઈએ તો પુખ્ત ઉંમરની સ્ત્રીઓ માટે રોજ પ્રોટીનનું સેવન તેમના શરીરના વજન પ્રમાણે કિલોગ્રામ દીઠ આશરે 0.8 ગ્રામ લેવુ જરુરી છે.
પ્રોટીન માટેના કુદરતી સ્ત્રોત
એક મહિલાને એક દિવસમાં કેટલી માત્રામાં પ્રોટીનની જરૂર હોય છે તે વિશે આપણે જાણીએ છીએ, પરંતુ તે નેચરલ રીતે ડાયટમાં કેવી રીતે સામેલ કરવું તે વિશે જાણીએ.
દૂધ
ગાય અથવા ભેંસના તાજા દૂધમાં પ્રોટીન ભરપૂર માત્રામાં રહેલુ હોય છે. એટલે તમારા આહારમાં દૂધનો સમાવેશ કરવો જોઈએ. 100 ગ્રામ દૂધમાં લગભગ 3.6 ગ્રામ પ્રોટીન રહેલુ હોય છે. તેથી રોજ એક ગ્લાસ દૂધ પીવાથી શરીરમાં પ્રોટીનની ઉણપ દુર થઈ શકે છે.
સોયાબીન-
સોયાબીનમાં પણ પ્રોટીન સારી માત્રામાં રહેલું હોય છે. લગભગ 100 ગ્રામ સોયાબીનમાં 36.9 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. તેથી તમે સોયાબીનમાંથી જરુરીયાત પ્રમાણે પ્રોટીન મેળવી શકો છો.
પનીર-
પ્રોટીનની ઉણપને દુર કરવા માટે તમે તમારે તમારા આહારમાં પનીરનો સમાવેશ કરી શકો છો.
દાળ –
દાળમાં પણ વિશેષ પ્રમાણમાં પ્રોટીનનો સ્ત્રોત રહેલો છે. દાળમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન રહેલુ હોય છે. તમે તમારા ખોરાકમાં ગમે તે દાળનું સેવન કરો જેનાથી તમારી રોજની પ્રોટીનની ઉણપ દુર થઈ જશે.
નોધ. આ લેખ વિવરણ આધારિત માહિતી છે, કોઈપણ નિર્ણય કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.