એકશન ફિલ્મ ‘રેમ્બો’માં ટાઈગર સાથે જાહ્નવીની જોડી

[ad_1]

Updated: Sep 13th, 2023


– છ વર્ષથી અટકી પડેલી ફિલ્મ આગળ વધી

– હોલીવૂડની ક્લાસિક ‘રેમ્બો’ની રિમેક હશે, શૂટિંગ આવતાં વર્ષથી શરૂ

મુંબઇ: ટાઈગર શ્રોફની છ વર્ષથી અટકી પડેલી ફિલ્મ ‘રેમ્બો’નો પ્રોજેક્ટ આગળ વધ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે હિરોઈન તરીકે જાહ્નવી કપૂરને સાઈન કરવામાં આવી છે. 

સિદ્ધાર્થ આનંદે હોલીવૂડની ક્લાસિક ફિલ્મ  ‘રેમ્બો’ની રીમેકની ઘોષણા ૨૦૧૭માં જ કરી દીધી હતી. ત્યારે જ તેણે ટાઇગર શ્રોફને મુખ્ય અભિનેતા તરીકે પસંદ કરી લીધો હતો. જોક તે પછી આ ફિલ્મ અટકી પડી હતી. હવે સિદ્ધાર્થ આનંદ  ટાઇગર અને જાહ્નવી કપૂર સાથે ૨૦૨૪માં શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે. 

‘રેંમ્બો’ફિલ્મ દ્વારા ટાઇગર અને જાહ્નવી પ્રથમ વખત સાથે  સ્ક્રીન શેર કરશે. 

છેલ્લા કેટલાય સમયથી  કેટલીય ફિલ્મોમાં જાહ્નવી સાથે ટાઈગરની જોડી માટે પ્રયાસ થતા હતા પરંતુ તેમાં સફળતા મળી ન હતી. જાહ્નવી અને ટાઈગર વચ્ચે વ્યક્તિગત રીતે સારું ટયુનિંગ છે પરંતુ કોઈ કારણોસર તેમની કોઈ ફિલ્મ સાથે આવી જ ન હતી. 

એક દાવા અનુસાર આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ યુરોપમાં થવાનું છે. ટાઈગર શ્રોફ એક્શન દૃશ્યો માટે જાણીતો છે જોકે, તેમ છતાં પણ ‘રેમ્બો’ માટે તેેને વિશેષ તાલીમ અપાશે. 

Leave a comment