

Updated: Oct 14th, 2023
નવી મુંબઇ,તા. 14 ઓક્ટોબર 2023, શનિવાર
રાજકુમાર રાવ બૉલીવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે. અભિયનની સાથે સાથે કલાકાર અંગત જીવન વિશે વાત કરીએ તો અભિનેતા ખૂબ જ પ્રાઇવેટ પર્સન છે. રાજકુમારે અભિનેત્રી પત્રલેખા સાથે લગ્ન કર્યા હતા. રાજકુમાર પોતાના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે. તે ભાગ્યે જ તેની પત્ની અભિનેત્રી પત્રલેખા સાથેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.
આમ છતાં તેમના ફેન્સને બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ ગમે છે. પરંતુ આ દરમિયાન, કપલનો એક રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં બંને કપલ એકબીજામાં એવી ખોવાયેલા લાગે છે કે, ત્યાં આજુબાજુમાં કોઇ છે જ નહી. પરંતુ આ દરમિયાન હુમા કુરેશી અને સાકિબ સલીમ તેમના મોબાઈલ લઈને ત્યાં આવે છે અને તેમનો વીડિયો શુટ કરે છે. રાજકુમાર અને પત્રલેખાની હુમા કુરેશી, સાકિબ સલીમ અને ફરાહ ખાન સાથે ખૂબ જ ગાઢ મિત્રતા છે. વીડિયોમાં ફન કરતાં બધા મિત્રો જોવા મળી રહ્યાં છે.
આ જોઇને રાજકુમાર તેમને વીડિયો શુટ ના કરવાનું કહે છે. ફરાહ ખાને આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રાજકુમાર રાવ ટૂંક સમયમાં જ જ્હાનવી કપૂર સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળશે. મિસ્ટર એન્ડ મિસિસમા એક્ટર મહેન્દ્ર સિંહ ધોનીની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે જ્હાનવી કપૂર મહિમા નામના પાત્રમાં જોવા મળશે. મિસ્ટર એન્ડ મિસિસ માહી 15 માર્ચ, 2024ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.