એક્શન અને રોમાન્સથી ભરપૂર ફિલ્મ ‘ગણપત’નું ટ્રેલર રિલીઝ, ટાઈગર-કૃતિ સાથે ‘બીગ બી’નો ધાંસૂ અંદાજ

[ad_1]

Updated: Oct 9th, 2023

Image Source: Twitter

– ફિલ્મ ‘ગણપત’માં ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ 

નવી દિલ્હી, તા. 09 ઓક્ટોબર 2023, સોમવાર

ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ‘ગણપત: એ હીરો ઈઝ બોર્ન'(‘Ganapat: A Hero Is Born’)ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ ફિલ્મનું નવું પોસ્ટર શેર કરવામાં આવ્યુ હતું. જેમાં બંને સ્ટાર્સનો એક્શન અને જુસ્સાથી ભરેલો લુક નજર આવ્યો હતો. 

જ્યાં એક તરફ ટાઈગર શ્રોફ બોક્સિંગ મેચના ડ્રેસમાં નજર આવ્યો હતો તો બીજી તરફ કૃતિએ પણ એક્શન અવતારથી બધાને ચોંકાવી દીધા હતા. દમદાર પોસ્ટર રિલીઝ કર્યા બાદ હવે મેકર્સે ફાઈનલી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. 

VFXનો ભરપૂર ઉપયોગ

વિકાસ બહલની આગામી એક્શન ઓરિએન્ટેડ ફિલ્મ ‘ગણપત’માં તમને ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ જોવા મળશે. VFXનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં મશીન ગનથી લઈને ઘણી નવી વસ્તુઓ જોવા મળી છે. ગ્રાફિક્સ જોઈને લાગી રહ્યું છે કે, મેકર્સે પાણીની જેમ પૈસા વાપર્યા છે. 

ટ્રેલરમાં ટાઈગરનું શાનદાર ટ્રાન્સફોર્મેશન જોઈ શકાય છે તો બીજી તરફ કૃતિ પણ એક્શન મોડમાં ઓડિયન્સનું દિલ જીતવા માટે તૈયાર છે. આ ઉપરાંત અમિતાભ બચ્ચનનું લુક પણ એકદમ અલગ નજર આવી રહ્યુ છે. 

‘ગણપત’ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ઓફિશિયલી શેર ન કરતા વોટ્સએપ ચેનલ પર ચાહકો સાથે શેર કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ચાહકોને એ તક આપવામાં આવી કે, તેઓ પોત-પોતાના સોશિયલ મીડિયા પર ટ્રેલરને શેર કરે. એટલે કે લિંક આવ્યા બાદ ‘ગણપત’નું ટ્રેલર સૌથી પહેલા ચાહકો દ્વારા શેર કરવામાં આવ્યું હતું.

ફિલ્મ ગણપત 20 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

Leave a comment