એક્શન-થ્રિલર ફિલ્મ Ghostનું ટ્રેલર રિલીઝ, શિવકુમારનો ગેંગસ્ટર અવતાર, અનુપમ ખેરની જબરદસ્ત એક્ટિંગ

[ad_1]

ફિલ્મ આ વર્ષે 16 ઓક્ટોમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ જશે

શિવ રાજકુમારની સાથે ઘોસ્ટમાં દિગ્ગજ એક્ટર અનુપમ ખેર પણ પોતાનો રોલ અદા કરી રહ્યા છે

Updated: Oct 1st, 2023

Image Twitter 

તા. 1 ઓક્ટોમ્બર 2023, રવિવાર

કન્નડ સુપરસ્ટાર શિવકુમાર (Kannada superstar Sivakumar) ની મોસ્ટ અવેટેડ એક્શન થ્રિલર ફિલ્મ ‘ઘોસ્ટ'(Ghost) નું ટ્રેલર હિન્દીમાં રિલીઝ થયું છે. ટ્રેલર (Trailer) ને રિલીઝ થવાની સાથે ચાહકોમાં ફિલ્મ વિશે આતુરતા વધી ગઈ છે. ફિલ્મ આ વર્ષે 16 ઓક્ટોમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ જશે. શિવ રાજકુમારની સાથે ઘોસ્ટમાં દિગ્ગજ એક્ટર અનુપમ ખેર (Anupam Kher) પણ પોતાનો રોલ અદા કરી રહ્યા છે.

એક્શન પેક ફિલ્મ ‘ઘોસ્ટ’નું ટ્રેલર (Trailer)  જોયા પછી ફિલ્મને લઈને દર્શકોમાં આતુરતા વધી ગઈ છે. ફિલ્મમાં લીડ રોલ નિભાવતા શિવ કુમાર (Shiv Kumar) એક ગેંગસ્ટરનું પાત્ર ભજવી રહ્યા છે. અને તેઓ જેલ પર કબજો કરવાના છે. તો અનુપમ ખેરનો રોલ પણ ખૂબ જ મહત્વનો છે. શિવ રાજકુમારની પેન ઈન્ડિયા ફિલ્મ ઘોસ્ટ ‘સેંડલવુડ’ ની આગામી મોટી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન બ્લોકબસ્ટર હિટ ‘બિરબલ’ ફેમ શ્રીનીએ કર્યું છે.

https://www.youtube.com/watch?v=ANmWPmErC5o

આ છે ઘોસ્ટના સ્ટાર કલાકારો

શિવ કુમાર અને અનુપમ ખેર સિવાય ફિલ્મમાં જયરામ, પ્રશાંત નારાયણન, અર્ચના જોઈસ, સત્ય પ્રકાશ પણ જોવા મળે છે. ટ્રેલરમાં શિવકુમારની જોરદાર એકશન બતાવવામાં આવી છે, આ રીતે ફરી એકવાર મોટી સ્ક્રીન પર ધમાકો મચાવવા માટે ઘોસ્ટના કલાકારો તૈયાર છે. તો અનુપમ ખેર શિવકુમારની સાથે લીડ રોલ પ્લે કરતા જોવા મળી શકે છે. 

 

Leave a comment