‘…એટલા માટે બન્યો હતો કેનેડિયન’, અક્ષય કુમારે વિદેશી નાગરિકતા છોડવા અંગે કર્યો ખુલાસો

[ad_1]

Updated: Oct 10th, 2023

નવી મુંબઇ,તા.10 ઓક્ટોબર 2023, મંગળવાર 

અક્ષય કુમારે 1990 પછી તેણે કેનેડાની નાગરિકતા લીધી હતી. મળતી માહિતી પ્રમાણે એક્ટરે તેની કેનેડાની નાગરિકતા છોડી દીધી છે. જેના કારણે તેને ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો છે. 

હવે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું કે, શું કારણ હતું જેના કારણે અક્ષય કુમારને કેનેડાની નાગરિકતા લેવી પડી હતી. અક્ષયે હવે પોતાની મજબૂરીનો ખુલાસો કર્યો છે.

…તેથી જ અમે કેનેડિયન બની ગયા

અક્ષય કુમારે કહ્યું કે, ફિલ્મો નહોતી ચાલતી એટલે હું કેનેડિયન બન્યો,ત્યાં ધંધો હતો. દેશમાં ઘણા લોકો આવું કરે છે. હું કાર્ગોનો ધંધો કરતો હતો. પછી છેલ્લી બે-ત્રણ ફિલ્મો ચાલી અને ત્યાં સુધીમાં પાસપોર્ટ આવી ગયો. હુ પાછો આવી ગયો છુ અને ફિલ્મો રિલીઝ થવા લાગી અને ચાલવા લાગી જે બાદ મારા મગજમાંથી પાસપોર્ટનો મુદ્દો નીકળી ગયો.

અક્ષય કુમારે પોતાની નાગરિકતા કેમ છોડી દીધી? આ સવાના જવાબમાં એક્ટરે કહ્યું કે, જ્યારે અહીં ફિલ્મો ચાલવા લાગી ત્યારે તે પાસપોર્ટ વિશે ભૂલી ગયો હતો. જ્યારે લોકોએ મને ટ્રોલ કર્યો ત્યારે મને લાગ્યું કે જો એક પેપરથી આટલો ફરક પડે છે તો તેને બદલવો જોઈએ. હું અહીં મારો ટેક્સ ભરું છું. હું ભારતીય ખોરાક ખાઉં છું, હું ભારતીય છું, હું હિન્દુ છું, બધું જ ચાલતું હતું. 

લોકોએ કહ્યું કે, અક્ષય કુમારનો પાસપોર્ટ કેનેડાનો છે. મેં વિચાર્યું કે આ એક કાગળના કારણે થઇ રહ્યું છે તો તે બદલી નાંખવુ જોઇએ. 

શું તમે ફરીથી કેનેડાની નાગરિકતા લઈ શકો છો?

અક્ષય કુમારે કહ્યું કે, નેગેટિવ વિચારવું ના જોઈએ. તે સમયે મારા પાસે આવક નહોતી. પૈસા બચ્યા ન હતા તેથી કોઈ વિકલ્પ બચ્યો ન હતો. હવે ભગવાન ના કરે કે આવું કંઇક થાય.

Leave a comment