‘એનિમલ’ માટે બીબાંઢાળ પ્રચાર, રણબીરનો લૂક લીક કરી દેવાયો

[ad_1]

Updated: Jun 4th, 2023


– શાહરૂખથી માંડીને કાર્તિકની એકસમાન સ્ટ્રેટેજી

– કોઈ ફિલ્મની સફળતાની ગેરન્ટી ન હોવાથી પ્રચાર માટે બોલીવૂડનાં જાતભાતના ગતકડાં

મુંબઈ: રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘એનિમલ’ના પ્રચાર માટે તેનો લૂક લીક કરી દેવાયો છે. બોલીવૂડમાં સેટ પરથી લૂક લીક થઈ જવાની કે બિહાઈન્ડ ધી સીન ફોટા ફરતા કરી દેવાની એકસરખી બીબાંઢાળ પ્રચાર સ્ટ્રેટેજી અપનાવાઈ રહી છે તેના ભાગરુપે આ ગતકડું કરવામાં આવ્યું છે. 

એકદમ પાતળો અને ક્લિનશેવ ધરાવતો રણબીર ક્લાસ રુમમાં ઊભો હોય તેવો તેનો લૂક ઈન્ટરનેટ પર વાયરલ કરાયો હતો. આ લૂક જોઈને લોકોએ સવાલ પણ કર્યો હતો કે રણબીર ટીચરની ભૂમિકામાં છે કે પછી વિદ્યાર્થીની ભૂમિકામાં એ સ્પષ્ટ થતું નથી. 

દાવો એવો કરાયો છે કે આ લૂક બિનસત્તાવાર રીતે લીક થઈ ગયો છે. જોકે, બોલીવૂડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડની ગણીગાંઠી પીઆર એજન્સીઓ એકસરખી ઢબે ફિલ્મનો પ્રચાર કર્યા કરે છે તેમાં મુખ્ય કલાકારોનો લૂક લીક થવા કે પછી શૂટિંગ સિકવન્સ અથવા તો તો કોઈ ગીતનું ફિલ્માંકન લીક કરવાનો સમાવેશ થાય છે. થોડા સમય પહેલાં શાહરુખ અને સલમાન ખાન ‘ટાઈગર થ્રી’ માટે મુંબઈના મઢ આઈલેન્ડમાં સાથે શૂટિંગ કરી રહ્યા હોવાનું જાણીબૂઝીને લીક કરાયું હતું. શાહરુખની જ ‘જવાન’ના તો કેટલાય લૂક ઈન્ટરનેટ પર ફરતા થઈ ગયા છે. કાર્તિક આર્યનની ‘સત્યપ્રેમ કી કથા’ના એક ગીતનું શૂટિંગ લીક કરી દેવાયું હતું. 

બોલીવૂડમાં હાલની પ્રવાહી સ્થિતિમાં કોઈ પણ કલાકારની ફિલ્મ ચાલશે તેવો કોઈ ભરોસો રહ્યો ન હોવાથી ફિલ્મ માટે ચર્ચા થતી રહે તે માટે આ પ્રચાર સ્ટ્રેટેજી અપનાવાતી રહે છે. 

Leave a comment