એરફોર્સ પાયલટના અવતારમાં નજરે પડી કંગના રનૌત, ફિલ્મ ‘તેજસ’નું ટીઝર રિલીઝ


ફિલ્મમાં કંગના રણૌત પહેલીવાર એરફોર્સ પાયલોટનો રોલમાં જોવા મળે છે

કંગના રણૌત ‘તેજસ’ નું ટીઝર 2 ઓક્ટોમ્બરે રિલીઝ કરશે

Updated: Sep 30th, 2023

Image Instatram

તા. 30 સપ્ટેમ્બર 2023, શનિવાર 

બોલીવુડ (Bollywood)ની મોસ્ટ ટેંલેન્ટેડ એક્ટર્સ કંગના રણૌતે (kangana ranaut) 2006માં ફિલ્મ ‘ગેંગસ્ટર’ (Gangster)થી પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. ત્યારથી કંગના રણૌત (kangana ranaut) પોતાની દમદાર એક્ટિંગના દમ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. 36 વર્ષની આ એક્ટ્રર્સની હાલમાં ફિલ્મ ‘ચંદ્રમુખી 2’ (Chandramukhi 2) સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં કંગના રણૌતની શાનદાર એક્ટિંગની જોરદાર તારીફ કરવામાં આવી રહી છે. એક્ટર્સ હવે પોતાની અપકમિંગ ફિલ્મ ‘તેજસ'(Tejas) ને રિલીઝ કરવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે. આ ફિલ્મમાં કંગના રણૌત પહેલીવાર એરફોર્સ પાયલોટ (Air Force Pilot)નો રોલમાં જોવા મળે છે. આ દરમ્યાન હવે ‘તેજસ’ ના ટીઝરને રિલીઝ ડેટ આવી ગઈ છે. 

કંગના રણૌત ‘તેજસ’ નું ટીઝર 2 ઓક્ટોમ્બરે રિલીઝ કરશે

કંગના રણૌતની અપકમિંગ ફિલ્મ તેજસ આ વર્ષની મોસ્ટ એવેટેડ ફિલ્મ છે. એક્ટર્સના દિલચસ્પ ફસ્ટ લુકના ચારેય બાજુથી વખાણ થઈ રહ્યા છે. મેકર્સ અપકમિંગ ફિલ્મનું નેશનલ હોલિડે પર તેનું પહેલું ટીઝર જાહેર કરશે. આ ફિલ્મ 20 ઓક્ટોબરના રોજ મોટા પદડે રિલીઝ થવાની છે. મેકર્સ 2 ઓક્ટોમ્બરના રોજ ગાંધી જ્યંતીના દિવસે પહેલું ટીઝર જાહેર કરશે. 

 

‘તેજસ’ આ પહેલી હવાઈ એક્શન ફિલ્મ

સર્વેશ મેવાડા દ્વારા લખાયેલી અને નિર્દેશિત તેજસ માં કંગના રણૌત મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ પહેલી હવાઈ એક્શન ફિલ્મ છે. જે વાયુ સેના અધિકારી તેજસ ગિલની સ્ટોરીને બતાવવામાં આવી છે. આ સાથે સાથે કેવી રીતે વાયુ સેનાના પાયલોટ રસ્તામાં કેવા પડકારોનો સામનો કરીને દેશની રક્ષા કરતા હોય છે તે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કંગના રણૌત સિવાય તેજસ માં અંકુશ ચૌહાણ, વરુણ મિત્રા, વીણા નાયર સહિત કેટલાક કલાકારોનો મહત્વનો રોલ જોવા મળે છે. જો કે ફેન્સ કંગનાની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 

Leave a comment