

Updated: Sep 9th, 2023
નવી દિલ્હી,તા. 9 સપ્ટેમ્બર 2023,શનિવાર
બિગ બોસ ઓટીટી 2 વિનર અને યુટ્યુબર એલ્વિશ યાદવના રિયાલિટી શોમાંથી બહાર થયા પછી, દરેક તેના નવા પ્રોજેક્ટ વિશે જાણવા માંગે છે. ત્યારે પોતાના ફેન્સમાટે એક મ્યૂઝિક વિડીયો હમ તો દિવાને લઇને આવી રહ્યો છે. આ સોન્ગમાં તે બોલીવૂડની હોટ એકટ્રેસ ઉર્વશી રૌતેલાની સાથે રોમાંસ કરતા નજરે પડશે.
ઉર્વશી રૌતેલાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ગીતની તૈયારી કરતી જોવા મળી રહી છે.
આ વીડિયો શેર કરતી વખતે ઉર્વશીએ લખ્યું કે ‘હું મારા હીરો એલ્વિશ માટે ગીતના બોલ યાદ કરી રહી છું.’ ઉર્વશીનો આ વિડિયો પણ એલવીશે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે. જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું કે ‘રાવ સાહેબ રાવ સાહેબ બની રહ્યા છે.’ મહત્વનું છેકે, આ મ્યુઝિક વીડિયો 16 સપ્ટેમ્બરે રિલીઝ થશે.
થોડા દિવસો પહેલા એલ્વિશ અને ઉર્વશી રાજસ્થાનમાં એક ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા. ગીતનું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ મ્યુઝિક વીડિયો રિલીઝ થવા જઈ રહ્યો છે.