એશાને પતિ સાથે સમાધાન કરી લેવા ધર્મેન્દ્રની સલાહ

[ad_1]

Updated: Feb 20th, 2024


– છૂટાછેડાના નિર્ણયથી ધર્મેન્દ્ર અપસેટ

– હેમા માલિની દીકરીના સપોર્ટમાં બાળકોનો વિચાર કરવા ધર્મેન્દ્રની ભલામણ

મુંબઇ : દીકરી એશા દેઓલને છૂટાછેડા બાબતે પુનઃવિચારણા કરવા માટે પિતા ધર્મેન્દ્રએ સલાહ આપી હોવાનું કહેવાય છે. માતા હેમા માલિની એશાના નિર્ણયના સપોર્ટમાં છે પરંતુ ધર્મેન્દ્રના મતે છૂટાછેડાના કારણે બાળકોનાં ભવિષ્ય પર અસર થઈ શકે છે. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી એશા દેઓલે થોડા દિવસો પહેલાં પોતે અને પતિ ભરત તખ્તાની અલગ પડી રહ્યાં હોવાની જાહેરાત કરી હતી. 

એશાએ છૂટાછાડે માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું ન હતું. પરંતુ, બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા અનુસાર ભરત તખ્તાનીનાં લગ્નબાહ્ય સંબંધોના કારણે પતિ-પત્ની વચ્ચે કડવાશ વધી હતી. એશા છેલ્લા કેટલાય સમયથી પતિ સાથે રહેવાને બદલે માતા હેમા સાથે જ રહેતી હોવાની પણ ચર્ચા હતી. 

હેમા માલિની દીકરીના  નિર્ણયના સપોર્ટમાં છે અને તેના મતે એશાને પોતાની અંગત જિંદગીના તમામ નિર્ણયો લેવાની છૂટ છે. 

Leave a comment