[ad_1]
Updated: Jun 2nd, 2023
નવી મુંબઇ,તા. 2 જૂન 2023,શુક્રવાર
આજકાલ કામના કારણે તમારું અંગત જીવન ખરાબ થઇ શકે છે. ઓફિસ અને ધંધામાં કામના કારણે લોકોમાં ચીડિયાપણું, ગુસ્સો અને અનિદ્રા જેવી સમસ્યાઓ પણ વધી રહી છે પરંતુ જીવનશૈલી અને કામ કરવાની રીતમાં નાના ફેરફારો કરવામાં આવે તો આ તણાવ દૂર કરી શકાય છે.
તમે કામના તણાવને આ રીતે ઘટાડી શકો છો
તમારા માટે થોડો સમય નિકાળો
વ્યસ્ત જીવન દરમિયાન તમારા માટે થોડી મિનિટો કાઢવી જરુરી છે. આ માટે મીટિંગ કે કામની વચ્ચે ગીતો સાંભળો, ફની વીડિયો જુઓ. આમ કરવાથી તમે તણાવ ઓછો કરી શકો છો.
ટાઈમ મેનેજમેન્ટ સુધારો
ક્યારેક તણાવની લાગણી તમે કેટલા વ્યવસ્થિત છો તેના પર પણ આધાર રાખે છે. તણાવ ઓછો કરવા માટે એક અઠવાડિયાનું આયોજન કરો અને તે મુજબ જ કામ કરો જેથી વધુ પડતા વિચાર કરવાથી બચી શકાય.
મજબૂત નેટવર્ક બનાવો
સારા લોકો સાથે બેસવાથી,બોલવાથી તણાવ ઓછો થાય છે. લોકોને પણ મદદ કરો, આ કરવાથી તમે હળવાશ અનુભવશો, જો તમારે તણાવમાંથી મુક્તિ મેળવવી હોય તો સાત કલાક બહાર મિત્રો સાથે વિતાવો.
યોગ કરો
યોગ કરીને તમે માત્ર તમારા શરીરને ફિટ રાખતા નથી, પરંતુ તમે તણાવથી પણ છુટકારો મેળવી શકો છો.તમારી રોજ સવારની દિનચર્યામાં યોગને સામેલ કરો, આમ કરવાથી તમે ઓફિસના તણાવથી છુટકારો મેળવી શકો છો.