કિંગ ખાનની ફિલ્મ જવાને મિડિલ ઇસ્ટમાં રચ્યો ઇતિહાસ, બની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ

[ad_1]

Updated: Oct 6th, 2023

નવી મુંબઇ,તા. 6 ઓક્ટોબર 2023, શુક્રવાર

શાહરૂખ ખાનની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ ‘જવાન’ દેશ-વિદેશમાં સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. જવાને રિલીઝ થયાને 29 દિવસ થઈ ગયા છે અને તે હજુ પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.

એટલી દ્વારા નિર્દેશિત આ એક્શનથી ભરપૂર ફિલ્મે ગુરુવારે UAE બોક્સ ઓફિસ પર મોટી સફળતા હાંસલ કરીને વધુ એક માઈલસ્ટોન પાર કર્યો છે.

આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સારી કમાણી કરી રહી છે. ‘જવાન’ એ મિડલ ઈસ્ટ એટલે કે એશિયા માઈનોર, ઈરાક, ઈરાન, લેવન્ટ અને તુર્કી જેવા દેશોની બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી છે. 

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’એ મિડલ ઈસ્ટમાં જંગી કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે અને દુનિયાભરમાં પણ શાનદાર કલેક્શન કર્યું છે.

આ અંગે, ફિલ્મના નિર્માતાઓએ શાહરૂખનું નવું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું કે, ‘જવાન મિડલ ઇસ્ટમાં 16 મિલિયન ડોલરનો આંકડો પાર કરનારી પ્રથમ ફિલ્મ બની છે અને નંબર 1 ભારતીય ફિલ્મ તરીકે ઉભરી આવી છે.YRF રિલીઝ ઇન ઇન્ટરનેશનલ માર્કેટ. 

‘જવાન’ના કુલ વર્લ્ડ વાઇડ કલેક્શનની વાત કરીએ તો તે 1100 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. એક રિપોર્ટ અનુસાર, ‘જવાન’ એ વિશ્વભરમાં 1103.45 કરોડ રૂપિયાનું ક્લેક્શન કર્યું છે.  આ ફિલ્મ સાઉથ સુપરસ્ટાર યશના KGF 2ના કલેક્શનને પછાડવા માટે આગળ વધી રહી છે.

Leave a comment