

Updated: Oct 31st, 2023
– કિયારા અને સિદ્ધાર્થ એરપોર્ટ પર જોવા મળ્યાં
– પરિણિતી ચોપરાની પણ પહેલી કરવા ચોથ, કે એલ રાહુલ વર્લ્ડ કપમાં વ્યસ્ત હોવાથી આથિયા માટે મુશ્કેલી
મુંબઈ : કિયારા અડવાણી લગ્ન પછીની પહેલી કરવા ચોથ મનાવવા માટે સાસરે દિલ્હી પહોંચી ગઈ છે. તે અને સિદ્ધાર્થ મલ્હોત્રા મુંબઈથી દિલ્હી જવા રવાના થવા માટે એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં.
કિયારા અને સિદ્ધાર્થ બંનેએ વ્હાઈટ વસ્ત્રોમાં ટ્વિનિંગ કર્યું હતું. તેઓ નવપરણિત યુગલની જેમ હાથમાં હાથ રાખીને એરપોર્ટમાં પ્રવેશ્યાં હતાં અને એકદમ ખુશમિજાજ રહીને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.
બોલીવૂડના અન્ય જાણીતાં યુગલોમાં કે. એલ. રાહુલ તથા આથિયા શેટ્ટી માટે પણ આ લગ્ન પછીની પહેલી કરવા ચોથ છે. જોકે, હાલ કે. એલ. રાહુલ વન ડે વર્લ્ડ કપમાં વ્યસ્ત હોવાથી તે અને આથિયા શેટ્ટી કરવા ચોથ મનાવવા એકઠાં થશે કે કેમ તે અંગે અટકળો સેવાય છે.
પરિણિતી ચોપરાની પણ આ પહેલી કરવા ચોથ છે. બંનેનાં હજુ ગયાં મહિને લગ્ન થયાં છે. તે પછી પરિણિતી મુંબઈ અને દિલ્હી વચ્ચે અવરજવર કરતી રહે છે. તે પણ કરવા ચોથ મનાવવા દિલ્હી જઈ શકે છે.
બોલીવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર લગ્નનાં પહેલાં જ વર્ષે માતા બની ચૂકી છે. આથી તેના માટે ખુશી બેવડાઈ છે. સોશિયલ મીડિયા પર પોતાના આક્રમક નિવેદનો માટે જાણીતી સ્વરા ક્યારેક પરંપરાગત રીત રિવાજો નિભાવતી પણ જોવા મળે છે. આથી તે કરવા ચોથ મનાવે છે કે નહીં તે અંગે પણ ઉત્સુકતા સેવાઈ રહી છે.