કુસ્તીબાજોના સમર્થનમાં મહાપંચાયતનો લલકાર, કહ્યું-9 જૂન સુધીમાં બ્રિજભૂષણની ધરપકડ કરો, નહીં તો…


ખેડૂતોએ તેમના સમર્થનમાં આજે કુરુક્ષેત્રમાં મહાપંચાયતની બેઠક યોજી હતી

જંતર-મંતર પર બેસવા દેવામાં નહીં આવે તો આંદોલનની જાહેરાત કરવામાં આવશે

Updated: Jun 2nd, 2023

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ વિરુદ્ધ કુસ્તીબાજોના આંદોલનને ખેડૂતોએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. ખેડૂતોએ તેમના સમર્થનમાં આજે કુરુક્ષેત્રમાં મહાપંચાયતની બેઠક યોજી હતી. આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું- અમે નક્કી કર્યું કે, સરકારે કુસ્તીબાજોની ફરિયાદોનું નિરાકરણ કરવું જોઈએ. તેમજ બ્રિજભૂષણ શરણ સિંહ ધરપકડ થવી જોઈએ. જો આમ નહીં થાય તો અમે 9 જૂને કુસ્તીબાજો સાથે દિલ્હીના જંતર-મંતર જશે. ખાપ નેતાઓએ ચેતવણી આપી છે કે, જો તેમને જંતર-મંતર પર બેસવા દેવામાં નહીં આવે તો આંદોલનની જાહેરાત કરવામાં આવશે.

શામલીમાં 11 જૂને મહાપંચાયત યોજાશે

અમે ઈચ્છીએ છીએ કે, ખેલાડીઓ વિરુદ્ધ નોંધાયેલા કેસ રદ કરવામાં આવે. આ મુદ્દો વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ. હવે 11 જૂને શામલીમાં મહાપંચાયત થશે.

વાટાઘાટો દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ

ટિકૈતનું કહેવું છે કે, સરકારને તક આપવામાં આવશે. મહિલા કુસ્તીબાજોના સંબંધીઓને ધમકીઓ આપવામાં આવી રહી છે. સરકારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. વાટાઘાટો દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

Leave a comment