કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં સ્થિતિની સમીક્ષા કરી, શાંતિ સ્થાપવા 3 સ્તરીય પ્લાન તૈયાર

[ad_1]

સુરક્ષા દળોએ દરેક સમુદાયના સભ્યોને હથિયારો સોપવા માટે કહ્યુ

આ સંઘર્ષમાં અત્યાર સુધી મૃત્યુઆંક વધીને 80 પર પહોચી ગયો છે

Updated: May 31st, 2023

Image Twitter

મણિપુર, તા. 31 મે, 2023, બૂધવાર 

મણિપુરમાં ચાલી રહેલી હિંસા બાબતે આજે ગૃહ રાજ્ય મંત્રીએ મુલાકાત કરી હતી અને કાયમ શાંતિ સ્થપાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મણિપુરના પ્રવાસમા તેઓ મેઇતેઈ અને કુકી સમુદાય વચ્ચે ચાલી રહેલા વિવાદનો નિકાલ લાવવા માટેની યોજના પર કામ કરી રહ્યા છે. એક માહિતી પ્રમાણે આ મામલે ગૃહ મંત્રી ત્રણ સ્તરીય દ્દષ્ટિકોણથી તેનો નિકાલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યારે રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ નેશનલ હાઈવે નંબર 2 ને  કેટલીક જગ્યાએ બ્લોક કરી દીધો છે. જેના કારણે મણિપુરમાં ખાવા-પીવાની ચીજવસ્તુની કટોકટી સર્જાઈ છે. અને જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. 

સુત્રોના કહેવા પ્રમાણે આ મામલાના ઉકેલ માટે ત્રણ સ્તર પર કામ કરવામાં આવશે. 

1   અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરવી

2.  વિસ્થાપિત લોકોને સુરક્ષા સાથે પુનર્વસન કરવા અને 

3.  બળવાખોરો પર નિયંત્રિત લાવવુ 

ગૃહમંત્રીએ પુર્વોત્તર રાજ્યોમાં તાત્કાલિક હિંસા રોકવા અને વહેલામાં વહેલા શાંતિ સ્થાપિત થાય તે માટે સ્પષ્ટ સુચના આપી છે. પરંતુ સરકાર પાસે સૌથી મોટો પડકાર મેઇતેઈ અને કુકી સમુદાય વચ્ચે ભરોસો સ્થાપવાનો છે. સૂત્રોના કહેવા પ્રમાણે  કેન્દ્ર મણિપુરમાં દરેક સમાજના લોકો સુધી પહોંચવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યું છે અને મણિપુરમાં કાયમીધોરણે શાંતિ સ્થપાય તે માટે એક સર્વસંમતિ બનાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.

સુરક્ષા દળોએ દરેક સમુદાયના સભ્યોને હથિયારો સોપવા માટે કહ્યું

સુત્રોના કહેવા પ્રમાણે સુરક્ષા દળોએ દરેક સમુદાયના સભ્યોને કહ્યુ કે જો તમારી પાસે હથિયારો હોય તો અમને સોપી દો. મેઈતેઈ અને કુકી બન્ને સમુદાયોના લોકોમાથી કેટલાક લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. તેઓ તેમના ઘરે પાછા માંગે છે. એક માહિતી પ્રમાણે વહીવટીતંત્રને સુચના આપવામાં આવી છે કે તેમને સુરક્ષિત વાતાવરણ પુરુ પાડવામાં આવે કે જેથી તેઓ ફરી પોતાનું સામાન્ય જીવન શરુ કરી શકે છે. 

આ  સંઘર્ષમાં અત્યાર સુધી મૃત્યુઆંક વધીને 80 પર પહોચી ગયો છે

ગત 3 મે ના રોજ જાતીય સંઘર્ષ શરુ થયા બાદ ગૃહમંત્રી પહેલીવાર પૂર્વોત્તર રાજ્યની મુલાકાત કરી રહ્યા છે. અધિકારીઓએ માહિતી આપતા કહ્યું કે આ  સંઘર્ષમાં અત્યાર સુધી મૃત્યુઆંક વધીને 80 પર પહોચી ગયો છે. મણિપુરમાં ‘આદિવાસી એકતા માર્ચ’ બાદ પહેલાવાર આ રીતે  જાતિય હિંસા ફાટી નીકળી હતી.અનુસૂચિત જાતિ (ST)ના દરજ્જો આપવાની માંગણી સાથે 3 મે ના રોજ મેઇતેઇ સમુદાયે પ્રદર્શન કર્યુ હતુ. તે પછી  ‘આદિવાસી એકતા માર્ચ’ નું આયોજન કરવામાં આવ્યું. આરક્ષિત વનભૂમિથી કુકી ગ્રામવાસીઓની દખલગીરી કરતા તણાવ ચાલતો હતો, આ પહેલા પણ હિંસા થઈ હતી. જેના કારણે નાના-મોટા આંદોલન થતા રહે છે. 

Leave a comment