કોણ છે અંબાણી પરિવારના ‘નાના વહુ’?, જેના અનંત અંબાણી સાથે લગ્ન થવાના છે

કોણ છે અંબાણી પરિવારના ‘નાના વહુ’?, જેના અનંત અંબાણી સાથે લગ્ન થવાના છે


ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર રાધિકા મર્ચન્ટ પારિવારિક બિઝનેસમાં પણ સક્રિય

Updated: Jan 14th, 2024

Radhika Merchant, Anant Ambani’s Bride: દેશના જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે ફરી એક વાર જશ્નનો માહોલ શરુ થવા જઈ રહ્યો છે. હા, અંબાણી પરિવારના નાના દિકરા અનંત અંબાણીના લગ્ન યોજાવાના છે. હાલમાં જ અનંત અંબાણીના લગ્નની કંકોત્રી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ વચ્ચે લોકોના મનમાં એક પ્રશ્ન થઈ રહ્યો છે, કે અંબાણી પરિવારના નાના વહુ બનનારા ‘રાધિકા મર્ચન્ટ’ કોણ છે? તો ચાલો જાણીએ એ વિશે. 

કોણ છે રાધિકા મર્ચન્ટ?

મુકેશ અંબાણીના પરિવારમાં સામેલ થવા જઈ રહેલા નાના વહુ અને અનંત અંબાણીના લાંબા સમયની ગર્લફ્રેન્ડ  રાધિકા મર્ચન્ટ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે. રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારના નજીકના મિત્ર વિરેન મર્ચન્ટનાન પુત્રી છે. વિરેન મર્ચન્ટ એન્કોર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ છે. આ ઉપરાંત તેઓ અનેક કંપનીઓના ડાયરેક્ટર પણ છે. રાધિકા મર્ચન્ટ તેમની એક માત્ર દીકરી છે. મર્ચન્ટ પરિવાર પણ ભારતના સૌથી ધનિક પરિવારોમાંનો એક છે. તેમના અન્ય બિઝનેસમાં એન્કોર પોલિફ્રેક્ચર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, એન્કોર બિઝનેસ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ, એન્કોર નેચરલ પોલિમર પ્રાઇવેટ લિમિટેડ, ઝેડવાયડી ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને સૈદન બિઝનેસ સેન્ટર્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

રાધિકા મર્ચન્ટનું જીવન, શિક્ષણ અને કારકિર્દી

રાધિકા મર્ચન્ટનો જન્મ 18 ડિસેમ્બર, 1994ના રોજ મુંબઈમાં થયો હતો અને તે મૂળ ગુજરાતના કચ્છના વતની છે. તેમણે મુંબઈની ધ કેથેડ્રલ અને જોન કોનન સ્કૂલ, ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને બી.ડી. સોમાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી ઈન્ટરનેશનલ ડિપ્લોમા કર્યું છે. રાધિકાએ 2017 માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકિલ સાયન્સમાં સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો હતો. બાદમાં તે ભારત પરત આવ્યા અને ઈન્ડિયા ફર્સ્ટ ઓર્ગેનાઈઝેશન તેમજ દેસાઈ એન્ડ દીવાનજી જેવી કન્સલ્ટન્ટ ફર્મ્સમાં ઈન્ટર્ન તરીકે કામ કર્યું.  ત્યાર બાદ તેણે પરિવારના બિઝનેસમાં કામ શરૂ કરતા પહેલા મુંબઈની રિયલ એસ્ટેટ કંપની ઇસ્પ્રાવામાં જુનિયર સેલ્સ મેનેજર તરીકે કામ કર્યું. રાધિકા મર્ચન્ટના શોખ વિશે વાત કરીએ તો તેમને ટ્રેકિંગ, સ્વિમિંગ અને વાચન પસંદ છે.

અનંત અંબાણીના લગ્નની કંકોત્રી વાયરલ

અનંત અંબાણીના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. માહિતી પ્રમાણે લગ્ન પહેલાનો કાર્યક્રમ ગુજરાતના જામનગરમાં પહેલી માર્ચે ગોઠવાયો છે. 

Leave a comment