ક્રિશ-4 બની રહી હોવાનો સંકેતઃ હૃતિક સાથે શ્રદ્ધા કપૂરની જોડી હશે

[ad_1]

Updated: Oct 21st, 2023


– હૃતિક અને શ્રદ્ધાનાં સોશિયલ ઈન્ટરેક્શન પરથી સંકેત

– શ્રદ્ધાએ લખ્યું કે જાદૂ જેમ તડકાની જરુર છે, હૃતિકે જવાબ આપ્યો, એ આવે  જ છે , એને જાણ કરીશ

મુંબઈ : હૃતિક રોશનની ‘ક્રિશ ફોર’ બની રહી હોવાનો સંકેત ખુદ હૃતિકે આપી દીધો છે. એ પણ લગભગ નક્કી મનાય છે કે આ વખતે હૃતિકની હિરોઈન શ્રદ્ધા કપૂર હશે. 

હૃતિક અને શ્રદ્ધાનાં એક સોશિયલ મીડિયા ઈન્ટરેક્શન પરથી આ સંકેત મળ્યો છે. 

શ્રદ્ધાએ પોતે તડકો માણી રહી છે તેવો એક ફોટો મૂક્યો હતો અને જણાવ્યું હતું કે ‘મારે જાદૂ જેમ તડકાની જરુર છે.’ હૃતિકે તરત જ શ્રદ્ધાને જવાબ આપ્યો હતો કે ‘એ આવે છે, હું તેને કહીશ’. શ્રદ્ધાએ ફરી સામો સવાલ કર્યો છે કે, ‘ખરેખર, ક્યારે ક્યાં, મને કહો…કહો’

બંનેનો આ સંવાદ ભારે વાયરલ થયો છે અને હૃતિક તથા શ્રદ્ધાના ચાહકોએ એવો તાળો મેળવી લીધો છે કે ‘ક્રિશ ફોર’ રહી છે અને તેમાં આ વખતે હૃતિક સાથે શ્રધ્ધા જોવા મળશે. 

‘ક્રિશ ફોર’ બનવાની વાતો ઘણા સમયથી ચાલી રહી છે. હૃતિક તથા તેના ફિલ્મ સર્જક પિતા રાકેશ રોશન પણ ‘ક્રિશ ફોર ‘ આવશે જ તેવું અગાઉ જણાવી ચૂક્યા છે પરંતુ તેમણે તેની ટાઈમલાઈન જાહેર કરી નથી. 

બોલીવૂડના વર્તુળોમાં એવી ચર્ચા છે કે કરણ મલ્હોત્રાના ‘ક્રિશ ફોર’નું દિગ્દર્શન કરવા જણાવાયું છે. તેનું પ્રિ પ્રોડક્શનનું કામ પણ ચાલુ થઈ ચૂક્યું છે. હવે આ મુદ્દે સતાવાર જાહેરાતની રાહ જોવાય છે. 

Leave a comment