ચમકીલાની બાયોપિક સીધી ઓટીટી પર જ રીલીઝ થશે

ચમકીલાની બાયોપિક સીધી ઓટીટી પર જ રીલીઝ થશે


Updated: May 31st, 2023


– ઈમ્તિયાઝ અને રહેમાન વર્ષો પછી એકસાથે

– દિલજીત દોસાંજે અને પરિણિતીની ફિલ્મ રીલીઝ પહેલાં જ વિવાદમાં ફસાતાં નિર્ણય

મુંબઇ : ઈમ્તિયાઝ અલીએ કોઈ વિવાદ ટાળવા માટે પંજાબી ગાયક અમરસિંહ ચમકીલાની બાયોપિક સીધી ઓટીટી પર રીલીઝ કરવાનો નિર્ણય લીધો છે. 

‘ચમકીલા ‘ફિલ્મ પંજાબના લોકપ્રિય ગાયક અમરસિંહ ચમકીલાના જીવન પર આધારિત છે. માત્ર ૨૭ વર્ષની વયે તેની  હત્યા જાહેરમાં બેરહેમીથી કરવામાં આવી હતી.  ૧૯૮૦ના દાયકાના આ ગાયકે બહુ જ ખ્યાતિ મેળવી હતી. પરંતુ તેને અને તેની પત્ની અમરજ્યોતને ૧૯૮૮માં ગોળીઓથી મોતના ઘાટ ઉતારવામાં આવ્યા હતા. સાથે અન્ય બે વ્યક્તિનું પણ અવસાન નીપજ્યું હતું. આ ફિલ્મની રિલીઝ પર થોડા જ દિવસો પહેલા લુધિયાનાની એકઅદાલતે  પ્રતિબંધ મૂક્યો હતો. 

હવે આ વિવાદની ચ્ચે અમર સિંહ ચમકીલા ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે. જેમાં દિલજીત દોસાંજ અને પરિણિતી ચોપરા મુખ્ય રોલમાં જોવા મળશે.

આ ફિલ્મ પંજાબી ગાયકના જીવન પર આધારિત હોવાથી ફિલ્મમાં એઆર રહેમાનનું ંસંગીત સાંભળવા મળશે. આ ફિલ્મથી ઇમ્તિયાઝ અને એઆર રહેમાન ફરી સાથે કામ કરશે. તેમણે આ પહેલા ‘તમાશા’ અન ‘રોકસ્ટાર’માં કામ કર્યું છે. 

Leave a comment