ચા અને કૉફી સાથે સિગરેટ પીવી ખતરનાક, આવા લોકોને થઇ શકે છે જાનલેવા બીમારી

[ad_1]

Updated: May 27th, 2023

નવી મુંબઇ,તા. 27 મે 2023, શનિવાર

ચાની ચુસ્કીઓ લેતા લોકો ઘણીવાર એવી પણ ભૂલ કરે છે, જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. સિગારેટ પીતી વખતે કે, દારૂ પીતી વખતે પણ ઘણા લોકો ચાની ચુસ્કીઓ લેવાનું બંધ કરતા નથી. માત્ર ધૂમ્રપાન કે દારૂ પીવો એ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા માટે પૂરતું છે. પરંતુ કેટલાક લોકો સિગારેટ અને દારૂ સાથે ચાની મજા માણીને તેમના સ્વાસ્થ્યને વધુ મુશ્કેલીમાં મૂકે છે. જો તમે પણ સિગારેટ પીતી વખતે કે દારૂ પીતી વખતે ચા પીતા હોવ તો હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે.

અભ્યાસમાં થયો ખુલાસો

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર રિસર્ચના વૈજ્ઞાનિક ડૉ. શૂમેકર એક અભ્યાસમાં ખુલાસો કર્યો છે કે, એક અઠવાડિયામાં લગભગ 750 મિલી આલ્કોહોલનું સેવન કરવાથી કેન્સર જેવા જીવલેણ રોગનું જોખમ એક સપ્તાહ જેટલું વધી જાય છે. સિગારેટ પીવાથી 5 ટકા વધી જાય છે. જ્યારે તમે સિગારેટ અને આલ્કોહોલ બંને એકસાથે પીઓ છો, ત્યારે રોગનું જોખમ વધુ વધી જાય છે.

આપણે ચા અને કોફી સાથે સિગારેટ કેમ ન પીવી જોઈએ?

જો તમે ચા અથવા કોફી સાથે સિગારેટ પીવાના ટેવાયેલા છો, તો તેનો સ્પષ્ટ અર્થ છે કે તમે એક જ સમયે બે દવાઓ લઈ રહ્યા છો. એક વ્યસન કેફીનનું છે અને બીજું સિગારેટનું. ચા અને કોફી બંનેમાં કેફીન હોય છે. જ્યારે તમે કેફીન લેવા સાથે સિગારેટ પીઓ છો, તો તમારા ફેફસા પર ખરાબ અસર પડવા લાગે છે.

શરીરના ઘણા ભાગોને અસર થઈ શકે છે

સિગારેટમાંથી નીકળતા ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ ગેસ હોય છે, જે લોહીમાં ઓક્સિજનનું સ્તર ઘટાડે છે. આ ઉપરાંત જ્યારે કોફી અને ચા સાથે સિગારેટનું સેવન કરવામાં આવે છે ત્યારે સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. આનાથી માત્ર તમારા ફેફસાં જ નહીં, પરંતુ શરીરના અન્ય ભાગો પર પણ ખરાબ અસર પડશે.

Leave a comment