‘જબ તક ટાઈગર મરા નહીં, તબ તક ટાઈગર હારા નહીં’ : સલમાન ખાનની ફિલ્મ Tiger 3નું ધાંસૂ ટીઝર રિલીઝ

[ad_1]

Updated: Sep 27th, 2023

                                                             Image Source: Twitter

મુંબઈ, તા. 27 સપ્ટેમ્બર 2023 બુધવાર

સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ટાઈગર 3 ને લઈને ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ હતુ. હવે નવી અપડેટ એ છે કે ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવાયુ છે. શેર કરવામાં આવેલા વીડિયોમાં એક વાર ફરી સલમાન ખાન આકરા તેવર નજર આવી રહ્યા છે. આ વીડિયોને ટીઝર કે ટ્રેલર નામ આપવામાં આવ્યુ નથી પરંતુ આને ટાઈગર કા મેસેજ કહેવામાં આવ્યુ છે. 

ટાઈગર 3 યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની ફ્રેન્ચાઈઝી ફિલ્મ છે. ફિલ્મમાં સલમાનની સાથે કેટરીના લીડ રોલમાં છે. ટાઈગર 3 ના ટીઝર વીડિયોમાં પણ અભિનેત્રીની ઝલક નજર આવી રહી છે. સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ શેર કરી ચાહકોને ટીઝરની જાણકારી આપી છે. આ સાથે લખ્યુ છે, જબ તક ટાઈગર મરા નહીં, તબ તક ટાઈગર હારા નહીં. 

વીડિયોને હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ જણાવાયુ છે કે આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસરે રિલીઝ થશે. ટીઝરમાં સલમાન એક વાર ફરી ટાઈગર બનીને ધમાકેદાર વાપસી કરતા નજર આવ્યા છે. આ વખતે તે ફિલ્મમાં પોતાના ઉપર લાગેલા ગદ્દારીના કલંકને હટાવતા નજર આવશે. ટીઝરમાં તે પોતાના તેવર અને દમદાર એક્શનથી ચાહકોના હોશ ઉડાવી રહ્યા છે. 

ટાઈગર 3 માં ઈમરાન હાશમી પણ નેગેટિવ રોલમાં નજર આવશે. ફિલ્મમાં તે સલમાન ખાન સાથે ટક્કર કરશે. જોકે ટાઈગર કા મેસેજ નામથી જારી થયેલા આ વીડિયોમાં ઈમરાનની કોઈ ઝલક નજર આવી નથી. 

ઉલ્લેખનીય છે કે આજે યશરાજ ફિલ્મ્સનો સ્થાપના દિવસ છે. દિવંગત ફિલ્મ નિર્માતા યશ ચોપડાની આજે બર્થ એનિવર્સરી છે. દરમિયાન YRFએ ટાઈગર 3 નો વીડિયો શેર કરીને આ ફિલ્મના પ્રમોશનનો શુભારંભ કરી દીધો છે. 

Leave a comment