‘જવાન’ની ધમાકેદાર શરૂઆત, ‘ગદર 2’ને છોડી પાછળ, શાહરૂખની ફિલ્મની ઓપનિંગ ડે પર જોરદાર કમાણી

‘જવાન’ની ધમાકેદાર શરૂઆત, ‘ગદર 2’ને છોડી પાછળ, શાહરૂખની ફિલ્મની ઓપનિંગ ડે પર જોરદાર કમાણી


પઠાણનો રેકોર્ડ તોડ્યો, સની દેઓલની ‘ગદર 2’ને પાછળ છોડી

જવાને 75 કરોડનું કલેક્શન કર્યું

Updated: Sep 7th, 2023

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મને લઈને લોકોમાં ક્રેજ જોવા લાયક છે. સૌ કોઈ ફિલ્મને જોવા માટે તલપાપડ છે. જવાનનું એડવાન્સ બુકિંગ 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યું હતું અને ત્યારથી જ લોકોએ બુકિંગ શરૂ કરી દીધું હતું. જવાને ઓપનિંગ ડે પર બંપર કમાણી કરી છે. ફિલ્મની પહેલા દિવસની કમાણી સામે આવી છે. જેમાં સની દેઓલની ‘ગદર 2’ને પાછળ છોડી દીધી છે. 

જવાનમાં શાહરુખ ખાન 5 અલગ અલગ અવતારમાં નજરે આવે છે. જેના કારણે લોકો ખુબ એક્સાઈટેડ છે. આ ફિલ્મની ખાસ વાત છે કે આ હિન્દીની સાથે તમિલ અને તેલુગૂ બંનેમાં રિલીઝ થઈ છે. જેના કારણે સાઉથમાં પણ શાહરુખનો જલવો છે.

પહેલા દિવસની આટલી કમાણી

જવાન ફિલ્મે પહેલા દિવસ બંપર કમાણી કરી લીધી છે.  આ કમાણી હજુ વધી શકે છે. સૈકનિલ્કની રિપોર્ટ અનુસાર, જવાન ફિલ્મે તમામ ભાષાઓમાં 75 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. ત્યારે, વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો જવાન 100 કરોડના ક્લબમાં એન્ટ્રી થઈ ચૂકી છે. ફિલ્મે અંદાજિત 120 કરોડનું કલેક્શન કર્યું છે.

પઠાણનો રેકોર્ડ તોડ્યો

શાહરૂખ ખાને પોતાની જ ફિલ્મ પઠાણનો રેકોર્ડ તોડીને પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. પઠાણે પહેલા દિવસે 57 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો ત્યારે જવાને 75 કરોડનું કલેક્શન કર્યું છે. જવાને સની દેઓલની ગદર 2ને પણ પાછળ છોડી દીધી છે.

જવાનની વાત કરીએ તો એટલી કુમારે ડાયરેક્ટ કરેલી છે. ફિલ્મમાં શાહરુખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા મહત્વનો રોલ ભજવતા નજરે આવ્યા છે. તો ફિલ્મમાં દીપિકા પાદુકોણનો પણ સ્પેશિયલ અપીયરેન્સ છે.

Leave a comment