

ઇન્ટરનેટ પર સૌથી વધુ માનુ રિયોસને નિહાળવામાં આવી રહયો છે.
એક એવી પર્સનાલિટી જે લોકોને આકર્ષિત થવા મજબૂર કરી દે છે
Updated: Jun 1st, 2023
પેરિસ,૧ જૂન,૨૦૨૩,ગુરુવાર
દર વખતે કાન્સ ફેસ્ટિવલમાં હોલીવુડ અને બોલીવુડની અભિનેત્રીઓની હાજરી ધ્યાન ખેંચનારી હોય છે. આ એક એવો મંચ છે જેનાથી કલાકારની આગવી ઓળખ ઉભી થતી હોય છે. ભારતીય અભિનેત્રી ઐશ્વર્યા રાય કાન્સ ફેસ્ટિવલમાં હંમેશા જોવા મળે છે. જો કે આ વખતે 16 થી 27 મે દરમિયાન યોજાયેસા કાન્સ ફેસ્ટિવલમાં કોઇ અભિનેત્રી નહી પરંતુ એક અભિનેતાએ લોકોનું સૌથી વધુ ધ્યાન ખેચ્યું હતું તેનું નામ સ્પેનિશ એકટર માનુ રિયોસ છે.
ઇન્ટરનેટ પર સૌથી વધુ રિયોસને નિહાળવામાં આવી રહયો છે. એક એવી પર્સનાલિટી જે લોકોને આકર્ષિત થવા મજબૂર કરી દે છે. કાન ફેસ્ટિવલમાં ફેશન અને પર્સનાલિટી બાબતે અભિનેત્રીઓનો દબદબો રહેતો હોય છે પરંતુ આ વખતે એક દમદાર પુરુષ અભિનેતાએ અભિનેત્રીઓને પણ પાછળ રાખી દીધી છે. સ્પેનિશ અભિનેતાની સફળતા પાછળ તેનો લૂકસ,પર્સનાલિટી અને સ્ટાઇલિસ ફેશન સેન્સનો સમન્વય જોવા મળ્યો હતો.
રેડ કાર્પેટ પર ૨૪ વર્ષના અભિનેતાએ કમાલનું પ્રદર્શન કર્યુ હતું. ફેંચ રિવેરામાં આયોજીત ફેસ્ટિવલમાં સૌથી ટોપ ઉપર રહીને અભિનેત્રીઓ કરતા પણ વધારે લાઇમ લાઇટમાં રહયા હતા. માનુ રિયાસે સમગ્ર કાન્સ ફેસ્ટિવલ દરમિયાન એકથી એક ચડિયાતા કપડા પહેરીને સૌને પ્રભાવિત કર્યા હતા.એક ફેન્ચ લકઝરી ફેશન હાઉસની બ્રાંડ કલોથમાં ચેસ્ટની મિડલ લાઇન હાઇલાઇટ થતી હતી. સોશિયલ મીડિયાનો તે નવો ક્રશ બની ગયો છે. ઇન્સ્ટાગ્રામની તેની મનમોહક તસ્વીરો વાયરલ થઇ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાઇ સ્કૂલ ડ્રામા એલીટમાં તે પેટ્રિકો બ્લેંકોની ભૂમિકા ભજવેલી છે. આમ તો કાન જેવા ફેસ્ટિવલમાં ભાગ લેતા સૌ આર્ટિસ્ટની એક આગવી ફેશન સેન્સ હોય છે પરંતુ આ સ્પેનિશ કલાકારની સેન્સ સાવ જરાં હટકે પ્રકારની હતી. લૂક સેકસી અને ઇમોશનલ લૂક લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. સ્લીવ લેસ શર્ટ અને ટાઇ પહેરવી એ જોખમભરી સ્ટાઇલ હતી છતાં તેને હેન્ડસમ લાગતો હતો. કોઇ પણ આઉટ ફિટમાં ગ્લેમર લાગે તેવા શરીર સૌષ્ઠવના લોકો વખાણ કરતા થાકતા ન હતા.