જેકલીન ફર્નાન્ડિઝે બે કરોડની લક્ઝુરિયસ ઈલેક્ટ્રિક કાર ખરીદી

જેકલીન ફર્નાન્ડિઝે બે કરોડની લક્ઝુરિયસ ઈલેક્ટ્રિક કાર ખરીદી


Updated: Oct 22nd, 2023


– બોલીવુડમાં નવી કારોની ખરીદીનો વાયરો 

– જેકલીન પાસે મસડીઝ, બીએમડબલ્યુ સહિતની અનેક વૈભવી કારોનો કાફલો

મુંબઈ : અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે બે કરોડ ની કિંમતની નવી ઇલેક્ટ્રિક કાર ખરીદી છે.  જેકલીન નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં તે આ નવી કાર માં જોવા મળે છે.

જેકલીનની નવી બીએમડબલ્યુ૧૪ ની બજાર કિંમત આશરે બે કરોડ હોવાનો અંદાજ છે. 

જેકલીન પાસે ઓલરેડી બીએમડબલ્યુ આઇ સેવન , હમર એચ ટુ,  મસડીઝ બેન્ઝ મેકબેક ૫૦૦, રેન્જ રોવર વોગ, બીએમ ડબલ્યુ ૫૨૫ , જીપ કમ્પાસ સહિતની વૈભવી ગાડીઓનો કાફલો છે. હજુ થોડા દિવસો પહેલાં બોલીવુડ માં આલિયા ભટ્ટે આશરે સવા ત્રણ કરોડ ની રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી કાર ખરીદી છે. તે પહેલાં કરીના કપૂરે બે કરોડ ની લેન્ડ રોવર ડિફેન્ડર કાર ખરીદી છે. 

જેકલીન તેની કારકિર્દી કરતાં લાઇફ સ્ટાઈલ અને વિવાદો ને લીધે વધારે ચર્ચા માં રહે છે.  તાજેતર માં જ ઠગ સુકેશ ચંદ્ર શેખરે જેકલીન ને જેલમાંથી  લવ લેટર લખ્યો હતો અને તેના માટે નવરાત્રી ના ઉપવાસ રાખવા ની જાહેરાત કરી હતી. 

Leave a comment