

Updated: Sep 11th, 2023
નવી મુંબઇ,તા. 11 સપ્ટેમ્બર 2023, સોમવાર
દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ જેલરના
કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ 10 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મે પોતાના નામે ઘણા રેકોર્ડ
બનાવ્યા છે. સિનેમાઘરોમાં ધમાલ
મચાવ્યા બાદ આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ ગઈ છે
હવે જેલર બાદ એક્ટરે એક નવી જાહેરાત કરી છે. રજનીકાંતે તેમની
આગામી ફિલ્મ ‘થલાઈવર 171’ની જાહેરાત કરી છે, મેકર્સે ફિલ્મનું પહેલું પોસ્ટર પણ
રિલીઝ કર્યું છે. આ ફિલ્મનું લેખન અને નિર્દેશન તમિલ સિનેમાના પ્રખ્યાત લેખક અને
નિર્દેશક લોકેશ કનાગરાજ કરશે. તેઓ ‘વિક્રમ’ અને
‘માસ્ટર’ જેવી
ફિલ્મો માટે જાણીતા છે. હાલમાં લોકેશ ફિલ્મ ‘લિયો’ને
લઈને પણ ચર્ચામાં છે.
અનિરુદ્ધ
રવિચંદર ‘થલાઈવર 171’નું સંગીત આપશે
સન
પિક્ચર્સે ટ્વીટર પર ‘થલાઇવર171’ને લઇને એક પોસ્ટ કરી છે. આ પોસ્ટ પર કેપ્શનમાં
લખ્યું છેકે, ‘અમે સુપરસ્ટાર
રજનીકાંતની ‘થલાઈવર171’ની જાહેરાત કરતા ખુશ છીએ.આ ફિલ્મ લોકેશ
કનાગરાજ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે.
ફિલ્મ
જેલરની વાત કરીએ તો રજનીકાંત સ્ટારર ફિલ્મ જેલર તેલુગુ
અને તમિલ ભાષામાં જ રિલીઝ થઇ હતી છતાં પણ આ ફિલ્મને જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો
અને પોતાના નામે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા હતા. આ ફિલ્મમાં તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન, વસંત રવિ અને મીરા મેનન જેવા
કલાકારોએ કામ કર્યું છે. જયારે જેકી શ્રોફ અને મોહન લાલ જેવા દિગ્ગજ કલાકારોએ
કેમિયો કર્યો છે.