ટેરેન્સ લુઈસ : અભિનય જ મારું પ્રથમ લક્ષ્ય હતું

[ad_1]


– ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ શો ઘણા લોકપ્રિય કોરિયોગ્રાફરોએ રિજેક્ટ કરી દીધો હતો. મેં એ શો સ્વીકાર્યો અને મારી કારકિર્દીમાં તે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.

‘ડા ન્સ ઈન્ડિયા ડાન્સ’ મારો પહેલો ટીવી શો, જેને ઘણા ડાન્સ કોરિયોગ્રાફરોએ નકારી કાઢ્યો હતો, કેમ કે તેમાં જે પ્રકારની કામની પધ્ધતિ હતી, એમાં તેમને રૂચિ નહોતી, પણ મેં એ સ્વીકાર્યો અને એ મારી કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો….’ એમ કહે છે, લોકપ્રિય કોરિયોગ્રાફર અને સેલિબ્રિટી જજ ટેરેન્સ લુઈસ. આ કોરિયોગ્રાફરે પોતાની કરીઅરનાં ૨૫ વર્ષ પૂરા થયાં તેની ઉજવણી  મુંબઈમાં ધામધૂમથી કરી અને નૃત્યના કાર્યક્રમનું પણ આયોજન કર્યું. નિ:શુલ્ક ડાન્સ શો પણ રાખ્યા. પણ આજે ટેરેન્સની સ્ટાઈલ બદલાઈ ગઈ છે. તેને હવે અભિનયમાં રસ પડયો છે અને હજુ થોડા દિવસ પહેલાં જ એક ગીતના શુટિંગમાં ભાગ લેતો નજરે પડયો. ટેરેન્સ તેની વાત શેર કરતાં કહે છે, ‘મારો પ્રથમ પ્રેમ તો અભિનય જ હતો. મેં કામ શરૂ કર્યું ત્યારે અભિનય જ મારું પ્રથમ લક્ષ્ય હતું. જોકે કુદરતે મારા માટે અન્ય યોજના બનાવી રાખી હતી અને મારા સંઘર્ષોએ મને કોરિયોગ્રાફર બનાવી દીધો.’ 

આ વાતને આગળ વધારતા ટેરેન્સ કહે છે, ‘મને છેક મારા શરૂઆતના દિવસોથી હંમેશા  કેમેરાની સામે રહેવામાં આનંદ આવતો, પણ ડાન્સ ટીચર બનવા માટે મારે મારા એ શોખને છોડી દેવો પડયો. હું આર્થિક રીતે પછાત  પરિવારમાંથી આવું છું. મારે બે ટંક ખાવા માટે મહેનત કરવી પડી છે. અરે, મારે મારી કૉલેજની ફી ભરવા ઉપરાંત ફક્ત ૧૭ વર્ષની ઉંમરે બાળકોના જૂથને ડાન્સ શીખવવાનું શરૂ કરવું પડયું હતું. હું માઈક્રોબાયોલોજીનો અભ્યાસ કરતો હતો, પણ એ પછી હું હૉટેલ મેનેજમેન્ટ તરફ વળ્યો અને એ પછી બન્યો હું કોરિયોગ્રાફર! કોરિયોગ્રાફર તરીકે મારી પ્રથમ ફિલ્મ ‘લગાન’ (૨૦૦૧) હતી, આ ફિલ્મનું એક ગીત મેં કોરિયોગ્રાફ કર્યું હતું.’

ટેરેન્સ એ વાત પર ભાર મુકે છે કે શો-બિઝમાં સ્ટિરિયોટાઈપ્સને તોડવું કેટલું મુશ્કેલ છે. તે કહે છે, ‘હું કબુલ કરીશ કે એ કાર્ય કરવું સહેલું નહોતું કારણ કે એવી પૂર્વધારણા છે કે એકવાર તમે ચોક્કસ ક્ષેત્રમાં સ્થાપિત થઈ જાવ પછી તમે બીજા ક્ષેત્રમાં જઈને ઉત્કૃષ્ટ કામ કરી શકો નહીં. મેં આ પ્રતિકાર નિહાળ્યો છે અને તે પણ જાણીતા લોકો તરફથી. જો કે હું એવી આશા રાખું છું કે આ બધી બાબતો પણ વિખેરાઈ જશે અને કોઈ પણ પ્રતિભા ધરાવનારી વ્યક્તિ અભિનય પ્રત્યેના તેના જુસ્સાને આગળ ધપાવી શકે છે. હું એવી ભૂમિકા ભજવવા માટે ઉત્સુક છું કે જેમાં ચોક્કસ પરિપકવતાની જરૂર હોય. હું ફિલ્મોમાં એક્ટર તરીકે આગળ વધવા માગું છું અને સારી ભૂમિકાઓ સાથે હું ફિલ્મો અને ઓટીટીના સીમાડા વટાવી દેવા માગું છું. એક સ્થાપિત કોરિયોગ્રાફર તરીકે હું ભૂમિકા મેળવવા માટે કોઈ વિશેષ દરજ્જો ધરાવતો નથી.’

આ વર્ષે એ કોરિયોગ્રાફર તરીકે ડાન્સ શીખવવાના ૨૫ વર્ષ પૂરા કરે છે, જેની તેણે મુંબઈમાં ઉજવણી કરી અને શ્રેણીબધ્ધ નિ:શુલ્ક વર્કશોપ્સનું પણ આયોજન કર્યું. અત્યારે તે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરની ત્રીજી સિઝનમાં જજની ભૂમિકા ભજવે છે. આ સાથે તે કબૂલ કરે છે કે ડાન્સ રિયાલિટી શોઝનો નિર્ણાયક બનતાં મને લોકો સાથે સંપર્ક કેળવવાનો મોકો મળ્યો છે. આ સાથે જ ટેરેન્સ જણાવે છે, ‘મારો પ્રથમ ટીવી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ હતો, જેને ઘણા લોકપ્રિય કોરિયોગ્રાફરોએ રિજેક્ટ કરી દીધો હતો. મેં એ શો સ્વીકાર્યો અને મારી કારકિર્દીમાં તે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. આજે મને લાગે છે કે દેશના યુવાનો મારી સાથે જોડાયેલા છે. એક દાયકા પહેલાની સરખામણીમાં પ્રતિસ્પર્ધીઓની ગુણવત્તામાં નોંધપાત્ર તફાવત છે.  લોકો બોલ્ડ છે, સુશિક્ષિત છે અને તેમનું વ્યક્તિત્વ તેમની કોરિયોગ્રાફીમાં પ્રતિબિંબિત થાય છે,’ એમ ટેરેન્સે ઉમેર્યું હતું.

‘અગાઉ કહ્યું તેમ, લોકોએ માની લીધું છે કે તમે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં સ્થાપિત થઈ જાવ પછી તમે બીજા ક્ષેત્રમાં બહુ સારું કામ ન કરી શકો, પણ મારે આ વાત ખોટી પાડવી છે. મારામાં અભિનયની પપ્રતિભા છે, પેશન છે. બસ, નસીબ સાથ આપશે તો હં ુ એક્ટર તરીકે ખુદને  અસ્ટાબ્લિશ કરી દઈશ…’ 

Leave a comment