ટેલિવિઝન અભિનેત્રી ડોલી સોહી સર્વાઇકલ કેન્સરના ભરડામાં

[ad_1]

Updated: Nov 12th, 2023


– મુંડન કરેલા લુકની તસવીર શેર કરી

મુંબઇ : મનોરંજન જગત સાથે જોડાયેલી ઘણી અભિનેત્રીઓ કેન્સર જેવી ગંભીર બીમારીના ભરડામાં આવી ગઇ છે. જેમાં હવે એક વધુ અભિનેત્રી ડોલી સોહીનો સમાવેશ થયો છે. ટેલિવિઝનની અભિનેત્રી ડોલી સોહી સર્વાઇકલ કેન્સરની બીમારીનો હાલ સામનો કરી રહ્યો છે. તેણે સોશયલમીડિયાના પોતાના એકાઉન્ટ પરથી શેર કરીને જણાવ્યું છે.

ડોલીએ શેર કરેલી તસવીરમાં તેના માથા પર એક પણ વાળ જોવા મળતો નથી. તેમજ તેણે લખ્યું છે કે, તમારો પ્રેમ અને દુઆ બદલતમારો આભાર. જેના થકી મને આ બીમારીથી લડવાની ક્ષમતા આવી છે. કેન્સર જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહી છું જે સરળ નથી. 

મને છ-સાત મહિનાથી તકલીફ થઇ રહી હતી. પરંતુ હું કેન્સર જેવી ગંભીર બીમારીના સપાટામાં આવી રહી છું તે સમજી શકી નહોતી. તેથી હું તેને નજરઅંદાજ કરી રહી હતી. પરંતુ પછીથી મારી તકલીફ અસહનીય થઇ ગઇ હતી. તેથી ગાયનોકોલોજિસ્ટ પાસે ગઇ હતી અને તમામ ટેસ્ટ કરાવ્યા હતા.જેમાં તેણે પ્રાથમિક તપાસમાં યૂટર્સ કાઢી નાખવું પડશે તેમ કહ્યુ ંહતું પરંતુ પછીથી વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યુ ંહતું કે હું સર્વાઇકલ કેન્સરથી પીડીત હતી. 

ડોલી સોહીએ પરિણિતી, ભાભી, કલશ, મેરી આશિકી તુમ સે હી અને કુસુમ, હિટલર દીદી, દેવોં કે દેવ મહાદેવ, કુમકુમ ભાગ્ય જેવી અનેક સીરિયલોમાં જોવા મળી છે. 

Leave a comment