ડોન થ્રીમાં જાહ્વની કપૂર આઈટમ સોંગ કરશે

[ad_1]

Updated: Mar 15th, 2024


– અગાઉના ભાગમાં કરીનાએ ખાસ સોંગ કર્યું હતું

– જાહ્વવી ફરહાન અખ્તરની ઓફિસે આંટા ફેરા કરતી જોવા મળતાં અટકળો

મુંબઇ : રણવીર અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ ‘ડોન થ્રી’માં જાહ્વવી કપૂર એક આઈટમ સોંગ કરતી જોવા મળે તેવી શક્યતા છે. 

જાહ્વવી કપૂરને ફરહાન અખ્તરની ઓફિસે આંટાફેરા કરતી જોવા મળી હતી. તે પછી આ અટકળો વહેતી થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફરહાન અખ્તર જાહ્વવી પાસે એવું એક ખાસ ગીત કરાવવા માગે છે જે અગાઉ શાહરુખ ખાનની ‘ડોન’માં કરીના કપૂરે કર્યું હતું.સૂત્રોએ કહ્યું હતું કે ફરહાન અખ્તર એક નવી જનરેશનની ‘ડોન’ રજૂ કરી રહ્યો છે. આથી મુખ્ય હિરો હિરોઈન  ઉપરાંત અન્ય કલાકારોમાં પણ તે નવી પ્રતિભાઓને તક આપવા માગે છે. 

જાહ્વવી હાલ બોલીવૂડમાં કોઈ મોટા પ્રોજેક્ટના અભાવે તેલુગુ ફિલ્મો તરફ વળી ચુકી છે. તેણે રામચરણ અને જુનિયર એનટીઆર સાથે પણ ફિલ્મો શેર કરી છે. 

Leave a comment