ડ્વેન જોન્સનની પૂર્વ પત્નીઓ એને શિખર પર શી રીતે પહોંચાડયો?

ડ્વેન જોન્સનની પૂર્વ પત્નીઓ એને શિખર પર શી રીતે પહોંચાડયો?


Updated: May 25th, 2023


– ગાર્સિયાએ જોન્સનને પોતાની અસલી ઓળખને વળગી રહેવા તેમજ પોતે જેમાં પ્રવીણ છે તે હોંશભેર કરવા પ્રોત્સાહિત કર્યો. આ જ વાત જોન્સનની કારકિર્દી માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ.

ધી રોક તરીકે જાણીતા ડ્વેન જોન્સનની ભૂતપૂર્વ પત્ની ડેની ગાર્સિયાએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તેણે કેવી રીતે પહેલવાનમાંથી એક્ટર બનેલા જોન્સનની હોલિવુડ કારકિર્દી બચાવી લીધી હતી.

મનોરંજક સ્પોર્ટ્સનું ક્ષેત્ર છોડયા પછી જોન્સન હોલીવૂડમાં પગદંડો જમાવવા સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે તેને પોતાનો દેખાવ બદલવાની અને એક પહેલવાન તરીકે પોતાની ઓળખ છુપાવવાની સલાહ આપવામાં આવી હતી.

છૂટાછેડા પછી જોન્સનના મેનેજર તરીકે કામગીરી સ્વીકારનાર અને તેની બિઝનેસ પાર્ટનર એવી ગાર્સિયા પર હોલિવુડનીએજન્સીઓને વિશ્વાસ નહોતો, પણ ગાર્સિયા જોન્સનને મદદ કરવા કટિબદ્ધ હતી. તેણે જોન્સનને પોતાની અસલી ઓળખને વળગી રહેવા તેમજ પોતે જેમાં પ્રવીણ છે તે હોંશભેર કરવા પ્રોત્સાહિત કર્યો. આખરે આ જ બાબત જોન્સનની કારકિર્દી માટે મહત્વના વળાંક તરીકે સાબિત થઈ.

ગાર્સિયાના મતે ૨૦૧૧માં વિલિયમ મોરિસ એન્ડીવર સાથે જોડાવવાનો તેમનો નિર્ણય ગેમ ચેન્જર સાબિત થયો. નવી એજન્સીએ જોન્સનને પોતાના વિઝન સાથે સુસંગત હોય તેવા રોલમાં વધુ તક આપી, એટલું જ નહીં, પણ ગાર્સિયાને પણ પૂરી ક્ષમતા સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની તેની યોજના અમલમાં મુકવાની  મંજૂરી આપી. આ પગલાએ જોન્સનની કારકિર્દીનો વહેણ જ બદલી નાખ્યો અને હોલિવુડના પાવરહાઉસ તરીકે તેને સ્થાપિત કરી દીધો. જોન્સન અને ગાર્સિયાનો સંબંધ લગ્નથી શરૂ થયો અને તેઓ બિઝનેસ પાર્ટનર તરીકે પણ આગળ વધ્યો. તેમણે સાથે મળીને એક બિઝનેસ એમ્પાયર પણ રચ્યું. જો કે આ સરળ નહોતું અને જોન્સને પણ સ્વીકાર્યું કે એના માટે પડદા પાછળ ઘણું કામ કરવું પડયું હતું, ખાસ કરીને સંપર્ક જાળવી રાખવા ખૂબ મહેનત કરવી પડી હતી. આખરે તેમની સખત મહેનત અને કટિબદ્ધતા રંગ લાવી અને તેઓ સાથે મળીને એક બિઝનેસ એમ્પાયર રચવામાં સફળ નીવડયા.

હવે જ્યારે ધી રોકનું મૂલ્ય એક અબજ ડોલર થવા જઈ રહ્યું છે ત્યારે એટલું તો સ્પષ્ટ થયું છે કે તેની આ સફળતામાં ગાર્સિયાની વેપારી બુદ્ધિએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હજી પણ તેઓ સતત સંપર્ક પર ધ્યાન આપી રહ્યા છે અને સાથે મળીને કંઈક અદ્ભૂત રચવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે એ વાતમાં કોઈ શક નથી કે તેઓ ભવિષ્યમાં પણ અનેક ઊંચાઈ સર કરશે. 

Leave a comment