

પ્રથમ વિશ્વ યુદ્ધ સાથે જોડાયેલું છે ઈતિહાસ
જુદા જુદા દેશોમાં જુદી જુદી રીતે ખવાય છે ફ્રેંચ ફ્રાઈસ
Updated: May 31st, 2023
![]() ![]() |
Image:Pixabay |
બટાકામાંથી ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે. આ વાનગીઓમાં સૌથી લોકપ્રિય વાનગીઓમાંની એક ફ્રેન્ચ ફ્રાઈસ છે. બાળકોથી લઈને વડીલો સુધી ઘણા લોકો ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાનું પસંદ કરે છે. જો કે ફ્રેન્ચ ફ્રાઈસમાં કંઈ વિશેષ હોતું નથી, બટાકા સીધા કાપીને તળવામાં આવે છે. તે દેશી વાનગી જેવી લાગે છે, પરંતુ તેનું નામ ફિરંગી છે. અન્ય દેશોમાં પણ લોકો તેને ફ્રેન્ચ ફ્રાઈસ કહે છે. આ બટેકાને ફ્રેન્ચ ફ્રાઈસનું નામ કેવી રીતે પડ્યું તેની એક વાર્તા છે.
ફ્રેન્ચ ફ્રાઈસ નામ પાછળની વાર્તા
ફ્રેન્ચ ફ્રાઈસ શબ્દમાં ફ્રાન્સ દેખાય છે, પરંતુ તેનો ફ્રાન્સ સાથે કોઈ સંબંધ નથી અને તેનું મૂળ અમેરિકાનું હોવાનું માનવામાં આવે છે. અહેવાલો અનુસાર એવું કહેવાય છે કે 17મી સદીના અંતમાં કેટલાક સ્પેનિશ સંશોધકો દક્ષિણ અમેરિકાથી યુરોપમાં તળેલા બટાકા લાવ્યા હતા. આ પછી બટેકા ફ્રાન્સમાં પ્રસિદ્ધ થયા અને તેમને સૌપ્રથમ “પોમ દે તેર ફ્રિટ” અથવા ‘ફ્રાઈડ પોટેટો’ કહેવામાં આવતા હતા.
પ્રથમ વિશ્વ યુદ્ધ સાથે જોડાયેલું છે ઈતિહાસ
પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બેલ્જિયન સૈન્યની સત્તાવાર ભાષા ફ્રેન્ચ હતી અને તે સમયે અમેરિકન સૈનિકોએ પણ તે બટાકાને ફ્રેન્ચ ફ્રાઈસના નામથી બોલાવવાનું શરૂ કર્યું હતું. પછી આ શબ્દ અમેરિકામાં ખૂબ પ્રખ્યાત થયો અને તેનું નામ ફ્રેંચ ફ્રાઈસ પડ્યું હતું. ફ્રાન્સમાં ઘણી જગ્યાએ તેમને પોમ ફ્રિટ અથવા ફ્રિટ પણ કહેવામાં આવે છે. તેમાં કોઈ ફ્રેન્ચ શબ્દ નથી. આ કારણે તળેલા બટાકાને ફ્રેન્ચ ફ્રાઈસ કહેવામાં આવે છે. આ સિવાય અનેક પ્રકારની વાર્તાઓ પણ પ્રચલિત છે, જે ફ્રેન્ચ ફ્રાઈસના નામનો ઈતિહાસ જણાવે છે.
જુદા જુદા દેશોમાં જુદી જુદી રીતે ખવાય છે ફ્રેંચ ફ્રાઈસ
કેનેડામાં લોકો ફ્રેન્ચ ફ્રાઈસમાં મસાલેદાર ગ્રેવી અને બટરવાળી દહીં ઉમેરીને ખાવાનું પસંદ કરે છે. આ સિવાય ફિલિપાઈન્સમાં કેળાની ચટણી ફ્રેન્ચ ફ્રાઈસમાં ખાવામાં આવે છે. રોમાનિયામાં ફ્રેન્ચ ફ્રાઈસમાં લસણ, તેલ, મીઠું અને વિનેગરની પેસ્ટ નાખીને ખાવામાં આવે છે જેને ‘મુઝડેલ’ કહેવામાં આવે છે.